ચંદ્ર દર્શન:આજે મંગળવાર અંગારીકા ચૌથ, આ વ્રત કરવાથી 21 ચૌથ કર્યાનું પુણ્ય મળે

વાલોડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલોડના ઐતિહાસિક ગણેશજી મંદિરે આજે હજારો ભક્તો દર્શન માટે ભક્તો ઉમટશે

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વાલ્મીકિ નદી કિનારે રિદ્ધિ સિદ્ધિ સહીત જમણી સૂંઢના પેશ્વાઈ ગણપતિ મંદિરે આજે અંગારીકા ચોથના દિવસે ભાવિક ભકતો ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક જોડાય છે. આજની અંગારિકા ચૌથનુ વિશેષ મહત્વ છે. ભક્તોની પોતાની મનોકામના પૂર્ણ કરે છે દક્ષિણ ગુજરાતમાંથી પાંચ હજારથી વધુ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

વાલોડના ગણેશ મંદિરે દર્શન કરવા માટે ભક્તો બહોળી સંખ્યામાં હાજર રહીને ગણપતિની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. વર્ષ દરમિયાન અંગારીકા ચોથનું ખૂબ જ મહત્વ છે. વર્ષમાં બે વખત આવતી સૌથી મોટી અંગારીકા ચોથના દિવસે ભક્તો ગણપતિ બાપાની વિશેષ પૂજા કરે છે. વર્ષ દરમિયાન ખૂબ જ મહત્વની ગણાતી અંગારીકા ચોથ વર્ષમાં એક જ વખત આવે છે આ ચૌથનું વ્રતના દિવસે ઉપવાસ કરવાથી 21 જેટલા ઉપવાસ કરે જેનું પુણ્ય મળે એટલું પુણ્ય અંગારીકા આજની અંગારીકા ચોથનું પુણ્ય મળે છે.

આજે ચોથના ચંદ્ર દર્શન રાત્રે 9.45 કલાકે થશે
​​​​​​​
આજે ભક્તો હષૅ ઉલ્લાસભેર ચૌથના દિવસે ચંદ્ર દર્શન કરીને પ્રસાદી લેશે.​​​​​​​​​​​​​​આજના દિવસે ચંદ્ર દર્શન 9.45 કલાકે રાત્રે વિશેષ મહત્વ છે. રાત્રે દર્શન કરીને વ્રત ગણપતિ બાપાના મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે અને આજના દિવસે ભક્તો દ્વારા પુજન અર્ચન કરીને આરતી કરવામાં આવે છે.

મંદિરના પટાંગણમાં સવારથી વિશેષ આયોજન
સુપ્રભાત અભિષેક 7કલાકે આરતી, 108 લાડુની આહુતિ ગણેશ યજ્ઞ, ગણેશ વંદના મહાઆરતી 6.30 ગણેશ પુજા 9.30 મહાઆરતી અને 9.45 ચંદ્રદર્શન.

આ વ્રત કરવાથી એકવીસ ચૌથનુ પુણ્ય
આજના દિવસનું વિશેષ મહત્વ છે આરતી પુજા અર્ચના કરી વર્ષમાં એકવાર આવે છે આ અંગારિકા ચૌથનુ વ્રત કરવાથી એકવીસ ચૌથનુ પુણ્ય ફળ મળે છે. ચંદ્ર દર્શન કરીને પ્રસાદી લઈ શકાય છે. > માકૅડ ભટ્ટ, પુજારી, વાલોડ ગણેશ મંદિર

અન્ય સમાચારો પણ છે...