ચોર ઝડપાયા:વાલોડથી સબમર્શીબલ મોટર ચોરી જનારા ચોરટાઓ પકડાયા

વાલોડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીએસઆઇને બીજેપીના આગેવાનોએ રજૂઆત કરી હતી

વાલોડ તાલુકાના ઇનમાં ગામના સર્વે નંબર 45 વાળા ખેતરમાં બોરમા લગાવેલ સબમર્શીબલ મોટર ચોરી થયા અંગેની ફરિયાદ આપતા અને વાલોડ ભાજપ સંગઠન દ્વારા પીએસઆઇને રજૂઆત કરવામાં આવતા પોલીસ હરકતમાં આવતાં બે ચોરોને દબોચતા શંકાસ્પદોએ મોટર ચોરી હોવાનું કબૂલ્યું હતું.

વાલોડ તાલુકાના ઇનમાં ખાતે રહેતા રાહુલભાઈ પરશુરામભાઈ પટેલ તેમની સંયુક્ત માલિકીની ઇનમાં ગામે ખેતીની જમીન સર્વે નંબર 45 વાળી જમીનમાં શેરડીના પાકનું વાવેતર કરેલ હોય અને ખેતરના બોરમાં સબમર્શીબલ મોટર ઉતારી હતી. 15 ઓક્ટોબરે તેઓ ખેતરેથી કામ કરી ઘરે પરત આવેલ, ત્યારબાદ 17 મીના રોજ સવારે તેઓ ખેતરે ગયા હતા. ત્યારે બોરમાં લગાવેલ સબમર્શીબલનો મોટર વાયર કપાયો હતો, જેથી ચેક કરતાં મોટર જોવા મળેલ નહીં. મોટર ચોરી થયેલ હોવાનું જણાતા દીકરા હિમાંશુભાઈને ફોન કરીને બોલાવી હિમાંશુ સાથે શોધખોળ કરી હતી. તપાસ કરતા હતા તે દરમિયાન જાણવા મળેલ કે વાલોડ બંગલા ફળિયા રહેતા ધર્મેશ તથા તેનો મિત્ર વીકીને બે દિવસ પહેલા બાઇક ઉપર રાત્રિના મોટર લઈ જતા લોકોએ જોયા હતા, જેના આધારે ધર્મેશના ઘરે બંગલા ફળિયે જતાં ધર્મેશ અને તેનો મિત્ર વીકી ત્યાં હાજર હતા. ઘરના પજારીના ભાગે ખેતરમાંથી ચોરાયેલ કિસાન શક્તિ કંપનીની સબમર્શીબલ છુપાવીને રાખી હતી તે બાબતે પૂછપરછ કરતાં તેમણે ચોરી કરેલ હોવાનું જણાવેલ હતું, જેથી તેઓની વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ કરી હતી. વાલોડ પોલીસે ધર્મેશભાઈ હળપતિ તથા વિકીભાઈ હળપતિને દબોચી લીધા હતા.

ભૂતકાળમાં અનેક મોટરની ચોરી થઇ છે
વાલોડ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી મોટર ચોરો મોટર તથા વાયરો ચોરવાના બનાવો બની રહ્યા છે, આ ચોરોનો રિમાન્ડ લઇ તપાસ કરવામાં આવે તો મોટા રેકેટનો પર્દાફાશ થાય તેમ છે. ભૂતકાળમાં વાલોડમાં જેટલી ચોરી થઈ છે તેને અનુલક્ષીને તપાસ હાથ ધરે તો આવા ચોરટા પાસેથી ચોરીની મોટર ખરીદનારાઓ કે તાંબાના ભંગાર લેનારા લોકોની બહાર આવવાની શક્યતા રહી છે.

અન્ય સમાચારો પણ છે...