તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:દાદરિયા ગામમાં બસ સ્ટેન્ડ બન્યું પરંતુ આજ સુધી બસ આવતી નથી

માયપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

વાલોડ તાલુકાના દાદરિયા ગામે એસ.ટી.બસ માટે સરકારની ગ્રાન્ટમાંથી એસ.ટી. બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું પરંતુ આજદિન સુધી દાદરિયા ખાતે બસ આવ્યાનો કોઈ રેકોર્ડ ન હોવાનું ગ્રામજનોએ જણાવી બસ ચાલુ કરવા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

વાલોડના દાદરિયા ગામે બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા તાપી કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું, જેમા જણાવામાં આવ્યું કે દાદરિયા ખાતે બસ સ્ટેન્ડ તો સરકારના અનુદાનમાંથી બનાવ્યું પરંતુ વર્ષોથી દાદરીયા ગામમાંથી કોઈ બસ ઉપડતી ન હોવાનું ગ્રામજનોએ જણાવી અને આજની સુધી બસ ગામમાં આવ્યાનો કોઈ રેકોર્ડ ન હોવાની ટીપ્પણી કરી હતી.

દાદરિયા ગામના ગ્રામજનોએ છેલ્લા ઘણા સમયથી તાલુકા અને જિલ્લાના મુખ્ય મથકોએ કચેરીના કામો તથા વિદ્યાર્થીઓને વ્યારા, બારડોલી, સુરત જેવા શહેરો તરફ જવા માટે અગવડતા ઉભી થતી હોય. બસ ચાલુ કરવા વારંવારની રજૂઆતો કરી હતી, પરંતુ આ એસ.ટી. બસો ચાલુ કરવામાં આવી ન હતી. દાદરિયા ગામમાંથી બુહારીથી વાયા દાદરિયા, ઉંમરકચ્છ, કસવાવ, જેસિંગપુરા થઈ તાપી જિલ્લાના વડામથક વ્યારા જવા માટે બસ સેવા શરૂ કરવા ગ્રામજનોએ કલેકટર તાપીને અરજ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો