તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાનવેરી હત્યાકાંડ:લાજ લેવા ઘરમાં ઘુસેલા યુવકને પરિણીતાએ જ કુહાડી ફટકારીને પતાવી દીધો હતો, પત્નીની કડક પૂછપરછ કરતા ગુનો કબૂલ્યો

માયપુર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
રાનવેરીના યુવાનની હત્યાના ગુનામાં જેમની અટક કરાઇ તે પતી-પત્ની. - Divya Bhaskar
રાનવેરીના યુવાનની હત્યાના ગુનામાં જેમની અટક કરાઇ તે પતી-પત્ની.
 • કોયડો ઉકેલાયો: લાશના નિકાલમાં વપરાયેલા મોપેડ પર રહી ગયેલા લોહીના ડાઘાએ ભેદ ખોલ્યો
 • યુવકની લાશને કોથળામાં ભરી તેના ઘર પાસે ફેંકવામાં પત્નીની મદદ કરનારા પતિની પણ અટક

2 દિવસથી ગુમ રાનવેરીનો યુવકની હત્યા કરી તેની લાશને કોથળામાં ભરી તેના ઘરની પાસે ફેંકી દેવાઇ હતી. આ કેસ લાશના નીકાલમાં વપરાયેલી મોપેડ પરથી મળેલા લોહીના ડાઘાના આધારે ઉકેલાયો છે.વાલોડ તાલુકાના રાનવેરી ખાતે નિશાળ ફળિયામાં રહેતા કિશન ઉર્ફે ક્રિષ્ના લક્ષ્મણભાઇ ચૌધરી 21મીના રોજ ડુમખલ ચૌધરી ફળીયા તરફ જતા માર્ગ પર તેની લાશ મળી હતી. લાશને માથાના ભાગે ટોપી તથા પ્લાસ્ટિક વીંટાળી કોથળામાં વીંટાળી ઘર નજીક રોડની બાજુમાં નાખી ગયા હતા. વાલોડ પોલીસ અને તાપી એલ.સી.બી.એ હત્યારાને પકડવા અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી હતી. કિશનની લાશને પંચનામું કરતા તેના ખિસ્સામાંથી કોન્ડોમ મળતા તથા તેના અગાઉ થયેલ લગ્નમાં છૂટાછેડા થયેલ હોય. કોઈક સ્ત્રી સાથે અનૈતિક સબંધ હોવાની શંકા અને કોઈક દુશ્મનાવટ હોવાનું કારણ આગળ ધરી તપાસ હાથ ધરી હતી.

પત્નીની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો
વાલોડ પોલીસ અને તાપી એલ.સી.બી.એ કિશનના મિત્રો તથા ગ્રામજનો જેમાં 25થી વધુ લોકોની પૂછપરછ કરી જવાબો લેવાયા હતા. ગુનો ઉકેલવા માટે 15 વાહનચાલકોની પણ તપાસ આદરી હતી, જેમાં નિશાળ ફળિયામાં બંધ મકાનની સામે સફેદ કલરની એક્સેસ મોપેડ મૂકી હતી, જેના ઉપર લોહીના ડાઘ છુટા છવાયા હતા અને મોપેડને પાણી વડે સાફ કરેલાનું જણાતા તેના માલિકની તપાસ કરતા અવિનાશની (નોંધ પતી અને પત્નીનું નામ બદલ્યું છે) હોવાનું બહાર આવતા વાલોડ પોલીસે તેના ઘરે તપાસ કરતા અવીનાશની પત્ની હિનાની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

સ્વબચાવ માટે કુહાડી મારીઃ પત્ની
19મીના રોજ સાંજે હિનાનો પતિ ખેતરે પાણી વાળવા ગયો હતો. એ અરસામાં કિશન રાત્રે ઘરે આવી કિશને હિના સાથે બળજબરી કરી ઘરના ઓટલા પર મુકેલા ખાટલા પર લઇ જઈ બળજબરી કરી શરીર સબંધ બાંધવા મજબૂર કરી રહ્યો હતો. ત્યારે હિનાએ કિશનને ધક્કો મારી ખાટલામાં કિશનને પાડી દઈ ક્રોધમાં આવી સ્વબચાવમાં હાથા વગરની કુહાડીનો ઉંધો ભાગ કિશનના કપાળે ત્રણથી ચાર ઘા મારતા ઈજાઓ પહોંચતા કિશનનું મોત થયું હતું.

રસ્તા પર લાશ ફેંકી આવ્યા હતા
પતિ અવિનાસ રાત્રે ઘરે આવતા તમામ હકીકતની જાણ થઇ હતી જે બાદ ઘરમાં મુકેલી લાશને તા. 21મીના સવારે લાશના માથાના ભાગે પ્લાસ્ટિકની કોથળી અને ત્યારબાદ ગરમ ટોપી પહેરાવી લાશને કોથળામાં મૂકી રસ્તા પર નાખી આવ્યા હતા. ત્યારબાદ મોપેડને ધોઈ નાખી પુરાવાઓનો નાશ કરવા પ્રયાસ કર્યા હતા, પરંતુ એક પછી એક કોયડા ઉકેલાતા હત્યારા પતિ-પત્ની બન્નેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં સફળતા મળી હતી.

કેસ ઉકેલવા 40 લોકોની ઉલટ તપાસ કરાઇ
કિશનના હત્યારાઓને પકડવા માટે વાલોડ પોલીસ તથા તાપી એલસીબી પોલીસે કિશનના મિત્ર, કેટલાક ગ્રામજનો અને કેટલાક વાહનના માલિકોની મોડી સાંજ સુધી જવાબો લેવામાં આવ્યા હતા. આખરે પોલીસને હત્યારાઓને પકડવામાં સફળતા મળતા તાત્કાલિક તમામને ઘરે જવા દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો