તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:પુનમે પ્રગટાવેલી હોળી છઠ્ઠના દિવસે શાંત કરાવાની પરંપરા

વાલોડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંતરિયાળ ગામોમાં હોળી પ્રજ્વલિત કરાયાં બાદ છઠના દિવસે આદિવાસી પરંપરા મુજબ શાંત કરવામાં આવી હતી.જેમાં. શ્રધ્ધાળુ ઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હર્ષોલ્લાસપૂર્વક જોડાયા હતા.

તાપી જિલ્લાના ડોલવણ, ડાંગ ના આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં હોળી પર્વ ની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવે છે. હોળી પર્વ ને પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. જેમાં ખાસ કરીને ફાગણ સુદ પૂનમ ના દિવસે હોળી માતાને આદિવાસી પરંપરા મુજબ પ્રગટાવવામાં આવે છે. આને પરંપરાગત રીતે શાંત કરવાની વિધિ અંતરિયાળ વિસ્તારોમાં કરવામાં આવે છે.જેમાં ખાસ પુજન વિધી કરવામાં આવે છે.

ડોલવણ તાલુકાના અમોનિયા ગામમાં જે વ્યક્તિએ હોળી પ્રગટાવી હતી તેમના દ્વારા હોળી માતાને શાંત કરવાની હેતુ વિશિષ્ટ એ પૂજાવિધિ કરવામાં આવી હતી પુજન વિધી માં નારિયેળ અગરબત્તી ફુલ ચોખા સાથે શાસ્ત્ર વિધિવત મુજબ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયદીપભાઇ ગાવિત અને આમોનિયા ગામના વડીલો અને નવયુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો