આત્મનિર્ભર ગ્રામ યાત્રા:ડોલવણમાં આત્મનિર્ભર યાત્રાનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરાયું

વાલોડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામયાત્રાના માધ્યમથી યોજનાનો લાભ લેવા અનુરોધ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રા ડોલવણ મુકામે આવી પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહભેર વધાવી લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી રાત્રી સભામાં ડોલવણ ગામે સરકારની અનેકવિધ યોજનાઓ ની માહિતી રથના માધ્યમથી વિવિધ વિભાગો ના અધિકારીઓએ આપી હતી. સાથે રાજ્ય ના યુવા સાંસ્કૃતિક વિભાગ અને તાપી જિલ્લા રમત ગમત કચેરી દ્વારા તાપી જિલ્લાને ગૌરવ અપાવનાર કલાકારો નું સન્માન કરાયું હતું.કલાકારોના સન્માન ની આ વેળાએ કલાકારો ભાવવિભોર બન્યા હતા. સમગ્ર રાજ્યમાં તાપી જિલ્લામાં જ તમામ કલાકારો ના સન્માન ની આ વિરલ ઘટના હતી.

જિલ્લા વિકાસ અધિકારી ડી ડી કાપડીયાએ આ પ્રસંગે દરેક ક્ષેત્રે કલાને ઉજાગર કરનાર આ કલાકારોને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાના માધ્યમ થી સરકાર ની યોજનાઓ નો લાભ લેવા ઉપસ્થિત ગ્રામજનો ને અનુરોધ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં નવતર અભિગમ સાથે તાપીને વિકાસના આયામો સિધ્ધ કરવા જિલ્લા વિકાસ અધિકારી એ કટીબધ્ધતા વ્યક્ત કરી હતી તમામ કલાકારોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી કલાને બિરદાવી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી સતીશભાઈ ગામીત, મદદનીશ પશુપાલન નિયામક બી આર શાહ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત તાલુકા પંચાયત પ્રમુખ બચુભાઈ કોંકણી, સરપંચ અમરસિંહ ચૌધરી સહિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...