ફરિયાદ:ડોલવણ ગ્રામ પંચાયતમાં RTI‎ કરનાર સામે સરપંચે ફરિયાદ નોંધાવી‎

માયપુર‎14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર.ટી.આઇ. કરનાર સાથે માઠું લાગી આવતા ફરિયાદ અનુસંધાને અટકાયતી પગલાં‎

તાપી જિલ્લાના ડોલવણ‎ તાલુકાના ડોલવાણ ગામે બ્લોક‎ નંબર 593 વાળી જમીનમાં‎ બિનખેતીની માહિતી માહિતી‎ અધિકાર હેઠળ મેળવવા જનાર‎ સામે વાતચીત દરમિયાન કોઈક‎ બાબતે માઠું લાગી આવતા‎પોલીસ સ્ટેશનમાં ફરિયાદ‎ ગામના સરપંચ દ્વારા કરવામાં‎ આવતા પોલીસે આરટીઆઇ‎ કરનાર સામે અટકાયતી પગલાં‎ લઇ છોડવામાં આવ્યો હતો.‎ ડોલવણ ખાતે આવેલ બ્લોક નંબર‎ 593 વાળી જમીનમાં‎​​​​​​​ બિનખેતીની પરવાનગી અંગેના‎ હુકમ, નકશા, ટાઉન પ્લાનિંગ‎ માપણી શીટ જેવા ત્રણ મુદ્દાની‎ ​​​​​​​વિગતોની માહિતી માંગતી‎ ‎​​​​​​​બારડોલીના એક ઈસમ દ્વારા‎ ​​​​​​​ડોલવણ ગ્રામ પંચાયત કચેરીમાં‎ ​​​​​​​ગયા હતા, ત્યારે ફરજ પરના‎ તલાટી કમ મંત્રી સાથે ટેલિફોનિક ‎વાતચીત કરતા તલાટી હાજર ન‎ હોય તેમણે ગ્રામ પંચાયતમાં‎ હાજર સરપંચ દ્વારા‎ ​​​​​​​આરટીઆઈની વિગતની માહિતી ‎ ‎​​​​​​​ફોર્મ પોતાની સહીથી સ્વીકારી‎ ​​​​​​​લીધુ હતુ.

માહિતી માંગનારે ફોર્મ‎ ​​​​​​​સરપંચને આપ્યા બાદ માહિતી‎ બાબત કોઈક બાબતે ચર્ચા અંગે‎ યોગ્ય ન જણાતા ગ્રામ પંચાયતના‎ સરપંચ દ્વારા ડોલવાણ પોલીસ‎ ​​​​​​​સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી‎ હતી. જે સંદર્ભે ડોલવાણ પોલીસ‎ ​​​​​​​સ્ટેશનના પીએસઆઇ વી.આર‎ ​​​​​​​વસાવા દ્વારા આરટીઆઇ કરનાર‎ ​​​​​​​અરજદારના અટકાયતી પગલાં‎ લઇ લેવામાં આવ્યા હતા અને‎ ‎જામીન પાત્ર ગુનો હોય 151 કરી‎ જામીન આપવામાં આવ્યા હતા.‎ હાલ બ્લોક નંબર 593 વાળી‎​​​​​​​ જમીનમાં બિલ્ડર દ્વારા દુકાન અને‎ ​​​​​​​મકાનો બનાવી વેચાણ કરી રહ્યા‎ હોય અને બિલ્ડર દ્વારા નોટિસો‎​​​​​​​ દબાણકર્તાઓને આપવામાં આવી‎ છે. આ મામલો સિવિલ મેટર‎ હોય અને સિવિલ રાહે દાદ‎ ​​​​​​​મેળવવાની હોય જેથી‎ ​​​​​​​આરટીઆઇ હેઠળ અરજદારે‎ માહિતી માંગી હતી.

બિલ્ડર દ્વારા‎ ​​​​​​​બિનખેતીની પરવાનગી વિરૂદ્ધ‎ કૃત્ય કર્યું હોવાનું અરજદારને‎ ​​​​​​​લાગતા જરૂરી કાગળોની પૂર્તતા‎ ​​​​​​​ કરવા માહિતી માંગી હોય આ‎ મામલો બિલ્ડરને વગાડશે કે પછી‎ ​​​​​​​સરપંચને અથવા માહિતી‎ ​​​​​​​માંગનારને અસર કરશે તે અંગે‎ સમય પર જ ખબર પડશે. હાલ‎ ​​​​​​​ડોલવણ માં મામલો ચર્ચાનો‎ વિષય બન્યો છે. ડોલવણનાં‎ ​​​​​​​તલાટીને પૂછપરછ કરવા સંપર્ક‎ ​​​​​​​કરતા તેમનો ફોન બંધ હતો.‎

સરપંચ દ્વારા આ ખોટી ફરિયાદ‎
​​​​​​​
આ બાબતે માહિતી માંગનાર સાથે ટેલિફોનિક ચર્ચા કરતાં તેમણે જણાવ્યું‎ હતું કે બિલ્ડરને છાવરવા માટે સરપંચ દ્વારા આ ખોટી ફરિયાદ કરવામાં‎​​​​​​​ આવી હતી. ખરેખર અમારા દ્વારા માહિતી માટેનું ફોર્મ આપ્યા બાદ ત્યાંથી‎ રવાના થઈ ગયા હતા અને ત્યારબાદ સરપંચ દ્વારા પોલીસ મથકે અમારી‎​​​​​​​ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.‎

અન્ય સમાચારો પણ છે...