તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ :ખદ:વાલોડના સરપંચ અને આરોગ્ય કર્મચારીને કોરોનો ભરખી ગયો

માયપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિલા કોંગ્રેસ પ્રમુખ સાડાચાર વર્ષથી સરપંચ હતા

વાલોડના સરપંચ જ્યોતિબેન નાયકા અને આરોગ્ય વિભાગના બ્લોક હેલ્થ ઓફિસમાં ફરજ બજાવતાં ભરતભાઈ ગામીત એમ બે કોરોના વોરિયર્સને કોરોના ભરખી ગયો. વાલોડના કોંગ્રેસને વરેલા સરપંચ જ્યોતિબેન કમલેશભાઇ નાયકા જેઓ છેલ્લા સાડા ચાર વર્ષથી સરપંચ તરીકેનો હોદ્દો ધરાવતા હતા. તેઓ વાલોડ તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ હતા. અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલ હતા. વાલોડ નગરમાં તેમના સરપંચ તરીકેના છેલ્લા સાડા ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન વિકાસના અનેક કામો થયા.

છેલ્લા ચાર દિવસથી તેઓને તાવ આવતા અને કોરોના પોઝિટિવ હોવાનું માલૂમ પડતાં નવસારી ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને ગતરોજ વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા. આજરોજ કોરોના જ્યોતિબેનને ભરખી ગયો હતો. આ જ રીતે વાલોડ બ્લોક હેલ્થ ઓફિસમાં પટાવાળા તરીકે કાર્યરત ભરતભાઈ ગામીત જેમનું મૂળ વતન ગડત હતું, તેઓને પણ કોરોના પોઝિટિવ આવતા તેઓનું અવસાન થયું હતું. છેલ્લા 30 વર્ષથી તેઓ આરોગ્ય વિભાગમાં કાર્યરત હતાં અને જૂન 2021માં રીટાયર્ડ થવાના હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો