ફરિયાદ:વાલોડ તાલુકા પંચાયતના શાસક અને વિપક્ષનો ઝઘડો ધીરે ધીરે વિકરાળ થયો

વાલોડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારોબારી અધ્યક્ષના પતિ દ્વારા વહીવટ કરવામાં આવતો હોવાની રાવ
  • વિપક્ષ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી

વાલોડ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોના કામોની ફાળવણી બાબતે નારાજ થયેલા વિપક્ષના સભ્યો દ્વારા શાસકો સામે એક પછી એક એમ ત્રણ ફરિયાદો સરકાર સમક્ષ થઈ ચૂકી છે, જેમાં આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ, ન્યાય સમિતિ કે કારોબારી સમિતિના અધ્યક્ષના પાવરદાર હોવા અંગેના આરોપો સાથે આજે જિલ્લા વિકાસ અધિકારીને વિપક્ષ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

વાલોડ તાલુકા પંચાયતના શાસકો અને વિપક્ષ વચ્ચે ગ્રાન્ટની ફાળવણી મુદ્દે વસતીના પ્રમાણસર ફાળવણી ન થતાં અને વિરોધ પક્ષના સભ્યોના સૂચવાયેલા કામો બાબતે પાપાજી નો ઠલ્લું મળતા ગિન્નાયેલા સભ્યો આજદિન સુધી સાથે રહીને કામ કરતા વિરોધ પક્ષના સભ્યો આક્રમક તેવર અખત્યાર કર્યા છે, જેમાં આજરોજ વિરોધ પક્ષના નેતા તરુણકુમાર પટેલ તથા તેમની સાથેના છ અન્ય સભ્યો દ્વારા સંયુક્ત સહીથી જિલ્લા વિકાસ અધિકારી તાપીને પત્ર લખી આરોપ મૂકવામાં આવ્યો કે કારોબારી અધ્યક્ષના પતિ તમામ પ્રકારની કામગીરીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના અધ્યક્ષના પાવરદાર હોઈ

એ રીતે તાલુકા પંચાયત કચેરીમાં કારોબારી અધ્યક્ષના ચેમ્બરમાં બેસી દરેક પ્રકારની કામગીરી કરતા હોવાનું અને પ્રમુખ, ઉપપ્રમુખ રબર સ્ટેમ્પ હોય એ રીતે વિશ્વાસમાં લીધા વગર પોતે સત્તાધીશ બની અધિકારીઓને અધ્યક્ષની ચેમ્બરમાં બોલાવી કામગીરી કરવા સૂચનાઓ આપતા લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું અપમાન છે. આ સાથે કારોબારી અધ્યક્ષના પતિ વિરુદ્ધ વ્હોટ્સએપ ગ્રુપમાં સોશિયલ મીડિયા પર દખલગીરીના મેસેજ પણ વાયરલ થયા હોવાનું અને જેમાં સવારે સાત વાગ્યાથી લઈને સાંજે 07:00 સુધી કારોબારી અધ્યક્ષનાં પતિ તાલુકા પંચાયતમાં રહેતા હોવા અંગેના મેસેજ ફરતા થયા હોવાના આક્ષેપ કરેલ છે.

તાલુકા પંચાયતના આયોજનમાં વિરોધ પક્ષના સભ્યોએ જે કામો સૂચન કર્યા હતા તે કામ લેવામાં આવ્યા ન હતા તેમની ઈચ્છાથી આયોજન કરવા તાલુકા પંચાયતના અધિકારીઓને ધમકીઓ આપી દબાણપૂર્વક કામગીરી કરી રહ્યા હોવાનું ટીડીઓ અને કર્મચારી વર્ગ બાબતથી જાણ હોવા છતાં સત્તા સામે નતમસ્તક થઈ વહીવટ સામે કોઈપણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. આ વિકાસના કામો વસતીના ધોરણે ન ફાળવતા અને આયોજનના મંજૂર થયેલ કામોની યાદીની માંગણી કરવા છતાં યાદી આપી ન હોવાનું તેમજ સોનો સાથ સૌનો વિકાસ સૂત્રને વિરોધ કામગીરી કરતા હોવાનું પણ આરોપો મુકાયા છે.

જિલ્લા વિકાસ અધિકારીને કરેલી ફરિયાદમાં તા. 31 મી માર્ચ 2022 સુધી મંજૂર થયેલ આયોજનની કોપી આપવામાં ન આવી હતી અને ત્યાર બાદ જિલ્લા વિકાસ અધિકારીની સુચના બાદ તાલુકા વિકાસ અધિકારીએ આયોજનની કોપી આપી હોવાની પણ પ્રશ્ન ઉઠાવ્યો છે, જે બાબતે તાલુકા વિકાસ અધિકારીની કામગીરી સામે પણ વિપક્ષના સભ્યો દ્વારા આરોપો મુકી તાલુકા વિકાસ અધિકારીની કામગીરી સામે શંકા ઊભી કરી છે, તાલુકા વિકાસ અધિકારીએ ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓના પ્રશ્નો અને અનેક કામોને વાચા લેવામાં આવી હોત તો આ રીતને લડાઈ લંબાઈ ન હોત, પરંતુ સત્તાની સામે શાણપણ રાખી સત્તાધિશોને હાથા બની કામગીરી કર્યા હોવાના આરોપો થઈ રહ્યા છે.

અમે રબર સ્ટેમ્પ નથી
સામાન્ય સભામાં કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા, હમે રબર સ્ટેમ્પ નથી. > ચંદ્રેશ કોંકણી

કાર્યવાહી કરાશે
આક્ષેપો સાબિત કરવા પડશે નહિ તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. > કારોબારી અધ્યક્ષ

અન્ય સમાચારો પણ છે...