તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:માતાએ ‘રોજરોજ તારા માટે દાળ ક્યાંથી બનાવું’ કહેતા પુત્રે ઝેર પીધું

વાલોડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડોલવણ તાલુકાની કાકડવા ગામની ઘટના

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કાકડવા ગામના એક યુવકે ઘરે જમવાની બાબતે માતાએ કહ્યું રોજ દાળ ક્યાંથી લાવું એમ કહેતાં જ પુત્રને માથું લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લેતાં મૌત નિપજયું છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડોલવણ તાલુકાના કાકડવા ગામના ઢોડીયાવાળ ફળિયામાં રહેતા વષૉબેન ચંદ્ર કાન્ત ભાઈ પટેલ નાઓ સામાન્ય મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.ગતરોજ તારીખ 23.3.2021ના રોજ સાંજના સાડા સાત વાગ્યે ના સુમારે ઘરે ચિંતનભાઈ ચંદ્ર કાન્ત પટેલ (20)વષૅ ઘરે આવ્યો હતો. અને ખાવાની માંગણી કરી હતી રસોઈ માં શાક બનાવેલું હતું “ એની માતા એ કહ્યું કે રોજ રોજ હું દાળ ક્યાંથી લાવું એમ કહેતાં જ પુત્રને મનમાં ખોટું લાગી આવતા જ ઘરની બહાર નીકળી ગયો હતો.

ચિંતન ઘરની બહાર ગયા પછી માથું લાગી આવતા જ એણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેની ખબર પડતાં એને ગડત ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને વધુ તબિયત લથડતાં તેમને વ્યારાની જનક હોસ્પિટલમાં રાત્રે સાડા બાર વાગ્યાના સમયે લ ઈ જતાં જ ચિતનનુ મૌત નિપજયું હતું.જેની જાણ ડોલવણ પોલીસ મથકે વષૉબેન પટેલે આપતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો