તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:રેશનિંગની દુકાનમાં અનાજ વિતરણ ન થતાં મામલતદાર કચેરીએ ધામો

માયપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મામલતદાર કચેરીએ ધામો નાખી દુકાનદાર સામે આવેદનપત્ર આપ્યું. - Divya Bhaskar
મામલતદાર કચેરીએ ધામો નાખી દુકાનદાર સામે આવેદનપત્ર આપ્યું.
  • વાલોડમાં એક જ મકાનમાં ચાર દુકાન અને એક જ ઓપરેટર

વાલોડ ખાતે સસ્તા અનાજની ચાર ચાર દુકાનો એક જ મકાનમાં કાર્યરત હોય અને દુકાનદાર દ્વારા અનાજની કૂપનો માટે ગરીબોને એક બે દિવસ દોડાવ્યા બાદ અનાજ મળતું હોવાને કારણે તથા ત્રણ દિવસથી કૂૃપન ન નીકળતી હોવાના બહાના હેઠળ અનાજ ન મળતાં ત્રસ્ત ગરીબો સવારમાં જ મામલતદાર કચેરીમાં ધામો નાખ્યો હતો.

વાલોડ ગ્રાહક ભંડાર સંચાલિત એકથી ચાર સુધીની સસ્તા અનાજની દુકાનો એક જ મકાનમાં છે. સરકાર દ્વારા અનાજ મોડું વિતરણ કરાતા લોકો સવારથી આવી દુકાન ખોલવાની રાહ જુએ 27મી થી શરુ થયેલ અનાજનું 31મી સુધી વિતરણ થતું હતું, પરંતુ ગ્રાહકોને રૂબરૂ મળતા તેમણે જણાવ્યું હતું કે ચાર દુકાનોની કુપનો ત્રણ દિવસથી બપોર બાદ કાઢવામાં આવતી ન હતી.

અનાજ લેવામાં બાકી લાભાર્થીઓે વધુ સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને જેમાં કુપન કાઢનાર ઈસમ ન આવ્યાનું તથા સ્ટાફ દ્વારા ગ્રાહકોને યોગ્ય જવાબ ન આપતા મામલો વધુ ગુંચવાયો હતો, ચાર ચાર દુકાન સામે એક જ ઓપરેટર હોય દર માસે આજ સમસ્યાનો સામનો લોકો કરતા હોય છે. મામલતદાર અને પુરવઠા વિભાગના અધિકારીઓ કચેરીએ આવતા આવેદન આપ્યું હતું.

5 મી સપ્ટેમ્બર સુધી વિતરણ થઇ જશે
ઇન્ચાર્જ પુરવઠા અધિકારી મીનાબેન પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ માસનો જથ્થો તમામ લાભાર્થીઓને તા. 5 મી સપ્ટેમ્બર સુધી વિતરણ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...