તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વાલોડમાં વીજ ટાવરની લાઈટ વોરંટીમાં છતાં રીપેર થતી નથી

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાલોડમાં વીજ ટાવરની લાઈટો વોરંટીમાં હોવા છતાં રીપેર થતી નથી. - Divya Bhaskar
વાલોડમાં વીજ ટાવરની લાઈટો વોરંટીમાં હોવા છતાં રીપેર થતી નથી.
  • ઇજારદાર દ્વારા લાઈટ મરામત કરવામાં ગલ્લા તલ્લા

વાલોડ ખાતે 14માં નાંણાપંચ યોજના હેઠળ વાલોડ ગામમાં વીજ ટાવર નાખવાની કામગીરી કરવામાં આવી હતી. નગરમાં મુખ્ય સ્થળો પર ટાવર નાખવામાં આવતા ઝગમગાટથી જે તે વિસ્તારમાં રોશની ફેલાઈ ગઈ હતી. જોરશોરથી 50 જેટલા વીજ ટાવર હાલ ઉભા કર્યા હતા. નાણાંપંચની યોજનામાં કામગીરીના એસ્ટીમેન્ટ મુજબ બ્રાન્ડેડ કંપનીની લાઇટો નાંખવાની હતી. તેને બદલે ઇજારદારે હલકી કક્ષાની લાઈટો વીજ ટાવરો પર મુકતા અધિકારીઓને ધ્યાને વાત આવી હતી. અગાઉ લાઈટો હલકી કક્ષાની હતી અને ત્યારબાદ ઓરોવા કંપનીની લાઇટો નાખી હતી.

સ્પેસિફિકેશન મુજબ પહેલા કામગીરી કરી ન હતી. જે અંગે અધિકારીઓએ એસ્ટીમેન્ટ મુજબ લાઇટ નાંખવા ઇજારદારનુ પેમેન્ટ અટકાવી જે તે વખતે અધિકારીઓ દ્વારા બદલાવી હતી. વધુ વીજ ટાવર ઉભા કરતા કેટલાક વીજપોલના નાણાંની ચૂકવણી કરવામાં આવી ન હોય ઇજારદાર દ્વારા ટેન્ડરની શરતો મુજબ વોરન્ટી સમયમાં વીજપોલ પરની લાઈટ મરામત કરવામાં ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે. વાલોડના કેટલાક વીજ ટાવરની લાઈટો હાલ બંધ હાલતમાં છે. લોકોની રજૂઆતો છતાં કામગીરી માટે ઇજારદાર હાલના શાસકોને પણ ગાંઠતા નથી.

અન્ય સમાચારો પણ છે...