તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:સ્યાદલા બેઠકનાં અપક્ષ ઉમેદવારે દાવેદારી ખેંચી ભાજપનો ખેસ પહેર્યો

માયપૂર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસે ટિકીટ ન આપતા અપક્ષ દાવેદારી કરી હતી

વાલોડ તાલુકા પંચાયતની સ્યાદલા-12 બેઠક સામાન્ય સીટ જાહેર થતાં કોંગ્રેસમાંથી બુટવાડાનાં વિજયભાઈ બચુભાઈ આહીર કોંગ્રેસમાં દાવેદારી કરી હતી. કોંગ્રેસમાં સામાન્ય સીટ હોવાના કારણે વિજય આહીરે દાવેદારી કરવા એડી ચોટીનું જોર કર્યું હતું. તાપી જિલ્લાના કહેવાતા મોટા નેતાઓનો વિજય આહીરે સંપર્ક કર્યો હતો.

મેન્ડેટ મળવાની આશાએ વિજય આહીરે જોરશોરથી ટિકિટ મળવા અંગે વાતો જાહેર કરી હતી. આખરે શ્યાદલા બેઠક પર પરભુભાઈને ટિકિટ મળતા વિજય આહીરે અપક્ષ ઉમેદવારી કરી હતી. ફોર્મ ખેંચવાના દિવસે ભાજપે એક તીરે બે નિશાન સાંધી લઇ તાલુકા સંગઠને વિજય આહીરની કોંગ્રેસના નેતાઓ પ્રત્યેની નારાજગીનો લાભ લઇ ફોર્મ ખેંચાવી લઇ ભાજપનો ખેસ પહેરાવી દીધો હતો.

બિન અનામત બેઠક પર અન્યને ટિકિટ
વિજય આહીરે જણાવ્યું હતું કે 25 વર્ષે રોટેશન મુજબ બિનઅનામત બેઠક જાહેર થઇ હોય અને તાપી જીલ્લા કોંગ્રેસના માધાંતાઓ તુષારભાઈ ચૌધરી, હરીશભાઈ ચૌધરી, સતિષભાઈ ચૌધરીએ મેન્ડેટ મળશે એમ જણાવી કોણી પર ગોળ લગાવી છેલ્લા સમયે અન્યને ટિકિટ ફાળવતા આખરે સમર્થકોના કહેવાથી અપક્ષ ઉમેદવારી કરી હતી, બિનઅનામત બેઠક હોવા છતાં બિનઅનામત વર્ગના ઉમેદવારને ટિકિટ ફાળવવાને બદલે અન્યને ફાળવતા નારાજગી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો