તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પત્ની પ્રેમી સાથે જતી રહેતા પતિએ તેની જ ઓઢણી વડે ફાંસો ખાઈ લીધો

વાલોડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
જીવનનો અંત આણવાનું વિચારીને ખેતરે ગયા હતાં. - Divya Bhaskar
જીવનનો અંત આણવાનું વિચારીને ખેતરે ગયા હતાં.
  • પંચાયતની મિટિંગમાં પણ પત્નીએ પ્રેમી સાથે જ રહેવા જણાવતા યુવક હતાશ હતો

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંધારવાડદુર ગામના બારી ફળિયામાં રહેતા વિરલભાઇ જગદીશભાઈ ચૌધરીની પત્ની અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાથી તે ઘરેથી નાસી ગઈ હતી. પત્ની ઘરે પરત નહીં આવતા પતિને માથું લાગી આવતા જ પોતાના ખેતરમાં આવેલ ઝાડ સાથે પત્નીના દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું..અંધારવાડી ગામના બારી ફળિયામાં રહેતા વિરલભાઈ જગદીશભાઈ ચૌધરી (33) પોતાના પરિવાર સાથે રહી ગુજરાન ચલાવે છે. શાકભાજીની ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

તેમની પત્ની ઉર્વશીબહેન છેલ્લા એક અઠવાડિયાથી વરજાખણ ખાતે રહેતા ધર્મેશભાઈ અમૃતભાઈ પટેલ સાથે પ્રેમ સબંધ ને કારણે નાસી ગયેલ હતી. અંધારવાડીદુર અને વરજાખણ ગામના સરપંચે એક બેઠક મળી હતી, પરંતુ ઉર્વશીએ વિરલ સાથે જવાની ના પાડી દીધી હતી. જેથી વિરલ ઘણા સમયથી મુંઝાય રહ્યો હતો. પોતાની પત્ની ના પ્રેમ સંબંધો અને પત્નીની વિરહમાં દુઃખી થઈ ગયો હતો.

વિરલ રોજ ઘરે દૈનિક કામ કરી ઘરે પરત આવી જતો હોય પરંતુ સવારે માતા પિતા એ ઘરે નહિં જણાઈ આવતા શોધખોળ હાથ ધરી હતી. વિરલની માતા મંજુલાબહેન ખેતરમાં પહોંચ્યા હતા, જેને કડંબના ઝાડ ઉપર ઓઢણી બાંધી ગળાફાંસો ખાઇ હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણ પોલીસને કરતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. મૃતકની પીએમની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આપઘાત પહેલા ફોન દીકરાને આપી ગયા
વિરલભાઈની પત્ની અન્ય પુરુષ સાથે નાસી જતાં તે હતાશ થઈ ગયા હતાં. તેઓઓ જીવનનો અંત આણવાનું વિચારીને ખેતરે ગયા હતાં. જતાં જતાં દીકરાને પોતાનો મોબાઈલ ફોન પણ આપી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો