તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાપી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રીને ટિકિટ ફાળવણી મુદ્દે અસંતોષ થતા સંગઠન મહામંત્રી અને પ્રાથમિક સભ્ય પદેથી વોટ્સ એપના માધ્યમથી જિલ્લા ભાજપના પ્રમુખને ઉદ્દેશીને રાજીનામુ મોકલતા અંધાત્રી તાલુકા પંચાયત તથા બુહારી બેઠક પર ભાજપ માટે મુશ્કેલીઓ પેદા કરશે કે ડેમેજ કન્ટ્રોલ કરી નારાજ મહામંત્રીને મનાવવા પ્રયાસ કરશે.
વાલોડના વીરપોરના ભંડારી સમાજના આગેવાન અને ભાજપના પાયાના કાર્યકર એવા ચંપકભાઈ ભંડારીએ તા. 10/02/2021 ના રોજ જિલ્લા ભાજપના પ્રમુખ જયરામ ગામીતને લખેલ; પત્રમાં જણાવ્યા મુજબ તેઓએ અંધાત્રી સીટ પરથી ટિકિટ માંગેલ હોય અને તેમની અવગણના થઇ હોવાનું જણાવાયું છે, તેઓ 1990થી ભાજપના કાર્યકરમાંથી જિલ્લાના હોદ્દા સુધી કામ કરતા હતા. હાલ તાલુકા પંચાયતની અંધાત્રી બેઠક રોસ્ટર મુજબ બક્ષીપંચની થતા તેમણે દાવેદારી કરી હતી. વીરપોરમાં કેટલીય ચૂંટણીઓમાં ભાજપને સરસાઈ અપાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી. કાવાદાવાઓમાં ચંપકભાઈ ભંડારીને કટ ટુ સાઈઝ કરવાનો ખેલ ખેલાયો હોવાનું રાજીનામામાં ઉલ્લેખ કર્યો છે. ચંપક ભંડારીને તાલુકા પંચાયતની અંધાત્રી બેઠક પરથી અને બુહારી તા. પં.ના સીટિંગ સભ્ય પ્રજ્ઞા ભંડારીને બુહારી જિલ્લા પંચાયતની બેઠક પરથી ફાળવણી ન કરવાના નિર્ણય સામે અટકળો ઉભી થઇ છે.
અમોએ પક્ષ માટે કરી મહેનત કરી
ચંપકભાઈ ભંડારીએ જણાવ્યું હતું કે અમોએ પક્ષ માટે કરી તનતોડ મહેનત કરી તે કામગીરી અને પ્રજ્ઞાબેને ગરીબો અને વિધવાઓના કામ કોઈપણ ભેદભાવ વિના કર્યા તે કેટલાક લોકોને પૂછ્યા વિના કામો કર્યા. તે કામો ન ગમતા અને જિલ્લામાં જેને ટિકિટ આપવામાં આવી તેઓ પક્ષની કોઈ મીટીંગોમાં આવતા ન હોવા છતાં પસંદગી સામે અમારો રોષ છે.
સરપંચ ભાજપ સમર્થિત છતાં અવગણના
ચંપકભાઈ ભંડારીએ રાજીનામાની નોંધમાં પેલાડ બુહારી તથા ધારાસભ્યના અંધાત્રી ગામની પંચાયત કોંગ્રેસની છે પરંતુ પોતાના વીરપોરના સરપંચ ભાજપ સમર્થિત હોવા છતાં અવગણના કરી થઇ છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.