તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:દાદીના બારમા માટે નાણાંની જરૂર હોય ભાઇને ત્યાં જવા નીકળેલા યુવકનું મોત

માયપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મોરદેવી ગામે શેરડીના ખેતર નજીક એક વ્યક્તિનું રહસ્યમય મોત થયુ હતુ. - Divya Bhaskar
મોરદેવી ગામે શેરડીના ખેતર નજીક એક વ્યક્તિનું રહસ્યમય મોત થયુ હતુ.
 • મોરદેવી ગામે શેરડીના ખેતર નજીક મૃતદેહ મળ્યો
 • મૃતદેહ પાસે અન્ય સ્વેટર તથા મોબાઇલ તૂટેલો મળ્યો

વાલોડ તાલુકાના મોરદેવી ખાતે એક શેરડીના ખેતરમાં યુવકની રહસ્યમય સંજોગોમાં લાશ મળતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. ગતરોજની કાતિલ ઠંડીમાં મોત નીપજ્યું કે પછી અન્ય કારણોસર મોત થયું તે અંગે પેનલ પોસ્ટમોર્ટમ થતાં રિપોર્ટ આવ્યા બાદ મોત અંગેનું ખરું કારણ બહાર આવશે. મોરદેવી ખાતે શેરડીના ખેતરમાં ભીમપોરના પોહલાભાઇ ઉર્ફે સુધીરભાઈ ઉર્ફે સુખાભાઈ ગામીત (26) )ની લાશ ઊંધા મોઢે પડેલી મળી હતી. પોહલાભાઇની બાઇક નંબર (GJ 26 K 1988) શેરડીના ખેતરમાં લાશની નજીક જમીન પર ઉંધી પડી હતી. લાશની નજીક એક સ્વેટર અને બુટ તથા મોબાઈલ તૂટેલી હાલતમાં પડ્યો હતો. પોહલાભાઈની લાશ એકદમ અક્ક્ડ હાલતમાં પડી હતી, અને શરીરે કોઈ માર માર્યા અંગે નિશાન મળી આવ્યા ન હતા. લાશ ઉંધા મોઢે રહસ્યમય સંજોગોમાં મળી આવતા પંથકમાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.

પોહલાભાઈની પત્ની પ્રગતિબેને પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોહલાભાઈ સાંજે ગાયનું દૂધ કાઢી ડેરીમાં દૂધ ભરી રાત્રે ઘરે ખાવાનું ખાધા બાદ તેમના ભાઈ દિલીપભાઈના ઘરે સવા નવેક વાગે સુવા જવાનું કહી ગયા હતા. બેડચીત ખાતે દાદીના બારમાની વિધિ માટે જવાનો હોય એક હજાર રૂપિયાની જરૂર હોવાનું કહી ઘરેથી જતો રહ્યો હતો. સવારે તેઓ પોહલાભાઈને ઉઠાડવા જતા તેઓ પલંગમાં ન હોય અને મોટરસાઇકલ પણ ન હોય આજુબાજુ તપાસ કરેલ અને તે અંગે શોધખોળ કરી હતી અને પોહલાભાઈની લાશ મળ્યા અંગે બપોરે 11 કલાકે જાણ થતા વાલોડ ખાતે લાશ લઇ આવ્યા હતા. હાલ પોહલાભાઈના મરણ અંગે તેમની પત્નીને કોઈ ઉપર શંકા ન હોવાનું જણાવ્યું છે.

મરનારે બે સ્વેટર પહેર્યા હતા અને નજીકથી અન્ય એક સ્વેટર મળ્યું હતુ
પોહલાભાઈએ પોતે બે સ્વેટર પહેરેલ અને લાશની નજીક એક અન્ય સ્વેટરનું મળવું, તૂટેલી હાલતમાં મોબાઈલ, ગાડી જમીન પર પડ્યાં છતાં ગાડીને કોઈ નુકશાની નહીં. માર માર્યાના કોઈ નિશાન નહીં, કયા કારણોસર ભીમપોરથી મોરદેવી સુધી આવવું, એ તમામ એક રહસ્ય જ છે. લાશના પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટના અંતે મોત અંગેનું ચોક્કસ કારણ બહાર આવશે.

કોલ ડિટેઇલના આધારે તપાસ જરૂરી
પોહલાભાઈના મોબાઇલમાં બબ્બે વોહટસ અપ અને મોરદેવી ખાતે મળી આવેલ મોબાઈલની વિગતો અને કેટલા લોકોને મરણ પહેલા ફોન પર સંપર્ક કર્યો તેના કોલ ડિટેલના આધારે મોતના કારણો બહાર આવવાની શક્યતા રહી છે. અથવા તો વધુ પડતું દારૂ પીધું હોય કે ગતરાત્રીની સખ્ત ઠંડીમાં ઠુઠવાઈ જઈ મરણ પામ્યો કે કેમ તે એક હાલ રહસ્ય જ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો