તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણમાં ગરમાવો:ડોલવણની ગડત બેઠક પર ભાજપીને કોંગ્રેસે ટિકિટ ફાળવણી કરતાં ગરમાટો

વાલોડ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રીઅે કોંગ્રેસનો હાથ ઝાલ્યો

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત જિલ્લા પંચાયતની બેઠક પર મૂળ ભાજપીને કોંગ્રેસે ટિકિટ ફાળવણી કરતાં ગરમાટો આવી ગયો છે, જયારે ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી હેમંતભાઈ પટેલે કોંગ્રેસનો હાથ ઝાલ્યો છે. ડોલવણ તાલુકાની અગત્યની બેઠક ગડત બેઠક પરથી કોગેસે ભાજપમાંથી આવેલા રાજુભાઈ ગમનભાઈ ગામીતને ટીકીટ આપતા ડોલવણ પંથકમાં ભારે ચહલપહલ જોવા મળી છે. મળતી માહિતી મુજબ ડોલવણ તાલુકાની ગડત બેઠક પરથી ભાજપમાંથી રાજુભાઈ ગમનભાઈએ ટીકીટ માંગી હતી, પરંતુ આ બેઠક પરથી ભાજપે રૂષિ ભાઈ ગામીતને ટીકીટ આપતા નારાજ થયેલા રાજુભાઈ ગમનભાઈએ કોંગ્રેસની કંઠી પહેરતા કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો અને તક ઝડપી લઈને કોંગ્રેસ માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. ભાજપ સંગઠનના હોદ્દેદારો એ એક સમયે સાથે કામ કરતા સંગઠનના હોદ્દેદારોએ એકબીજાની સામે જ પ્રતિસ્પર્ધી બનતા ડોલવણના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ડોલવણના ભાજપ સંગઠનના સક્રીયકાયૅકર તાપી જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી હેમંતભાઈ પટેલે નારાજ થઈ કોંગ્રેસની કંઠી બાંધી લેતા આ પંથકમાં ભાજપના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.ભાજપ સામે ભાજપનો પુવૅકાયૅકર સામે આવતાં પંથકમાં ચહલપહલ મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો