તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની પોકાર:લોકમાતા પૂર્ણા સુકાતાં વાલોડ પંથકના ખેડૂતોની હાલત ગંભીર

વાલોડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેલાડબુહારી, વિરપોર, અંધાત્રી, ગોડધા, અધૉપોર, ડુમખલ, હથુકામાં પિયત માટે પાણી માટે ફાંફા

તાપી જિલ્લાના વાલોડ ડોલવણ તાલુકાના ગામના પૂર્ણા નદીના તટપર ધરતીપુત્રોના માથે પિવાના તથા ખેતીવાડીના મુદ્દે જળસંકટ તોળાઈ રહયા છે. દર વર્ષે ઉનાળાની ઋતુમાં પાણીની અછત ઊભી થાય છે. ત્યારે ખેડૂતો ની હાલત ગંભીર બની જાય છે. નદીમાં પાણીનો સંગ્રહ ઓછો થયો છે અને ખેડૂતો નદીમાંથી પાણી લઈને પકવતા હતા જેની શાકભાજી શેરડી પાક સહિતના ખેડૂતો માટે પશુપાલન તથા ખેતીવાડીના સમસ્યા ઉદભવી છે પાણીની વિકટ પરિસ્થિતિને પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે.

વાલોડ ડોલવણ તાલુકાના પેલાડ બુહારી, વિરપોર બુહારી, અંધાત્રી, અધૉપોર, ગોડધા, હથુકા, વાંકલાં, બેડચીત, બાગલપોર ગામમાંથી નદી પસાર થાય છે. આ વર્ષે ચોમાસુ નહીવત રહેતા જ પાણીની સમસ્યા વિકટ બની છે નદીમાં પાણીનુ જળસ્ત્રાવ ખેચાઈ જતાં પાકને નુકશાન થઈ રહ્યુ છે. નદીમાંથી પાણી લઈને શાકભાજીની ખેતી કરતાં ધરતી પુત્રોની હાલત ગંભીર બની છે. ખેડૂતોને આર્થિક નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે. પશુપાલન તથા ખેતી સાથે પિવાના પાણીની સમસ્યા વિકટ બની છે.

પાઇપલાઇન મારફતે નદીમાંથી પાણી ખેંચી ખેડૂતો પાક બચાવવાની મથામણ કરી રહ્યા છે
પૂર્ણા નદીમાંથી પાણી ખેચાઈ જતાં જળસ્તર ઊંડા ઉતરી જતાં પશુપાલન પશુ પક્ષીઓ તથા ખેડૂતો ખેતમજુરો માટે પાણીનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. પાણીની વ્યવસ્થા બાબતે ખેડૂતો માટેનુ પણ આયોજન કરવામાં આવ્યું નથી. ખેડૂતની હાલત કફોડી બની ગઈ છે. પાણીની વ્યવસ્થા માટે ખેડૂતો ઠેર ઠેર રજૂઆત કરી રહ્યો છે અને પોતાના ઉભા પાકને બચાવવા માટે કમર કસતા નદીમાં પાણીની લાઈન કરી ખાડા ખોદીને પાણી શોધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...