ડૂબતા મોત:5 દિવસ પહેલા ગુમ બાળકની લાશ ઓલણ નદીમાંથી મળી

વાલોડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પલાસીયા ગામના એક બાળકનું અપહરણ ની ફરીયાદ નોંધાવી હતી પરંતુ આ બાળક ની લાશ ઓલણ નદીમાંથી ડીકંપોઝ હાલતમાં મળી આવી હતી જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડોલવણ પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાલુકાના પલાસિયા ગામે ખાખરી ફળિયામાં રહેતા સુુુરેશભાઈ ગાામીતે ફરીયાદ કરતાં તારીખ .1.10.2021 એમના ભાઈનો છોકરો જયલેષભાઈ નવીનભાઈ ગામીત (10) સવારે આઠ વાગ્યેના સુમારે પલાસિયા ગામ ખાખરી ફળિયામાં ગયો હતો અને પરત નહીં આવતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ મળી આવ્યો ન હતો. જે બાાબતે છોકરાનું કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી ગયો હતો એવી ફરીયાદ 4.10.2021 નોંધાવી હતી.

ડોલવણ પોલીસે ફરીયાદને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ શોધખોળ શરૂ કરી હતી. મંગળવારના રોજ સાંજે 5.30 કલાકે ઓલણ નદીમાંથી વાંસના ઝાડના ઝાડી ઝાખરામાંથી ડીકંપોઝ હાલતમાં લાશ મળી આવી હતી. ડોલવણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જયલેષ ગામીતનું અપહરણ થયું ન હોવાનું જણાઈ આવ્યું હતું પરંતુ નદીમાં નાહવા જતાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હોય જેની લાશ ઓલણ નદીમાંથી મળી આવી હતી એવુ અનુમાન લગાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...