શરૂઆત:વાલોડમાં ‘આપણું ઘર’ની શરૂઆત

માયપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાલોડ ખાતે ચાર રસ્તા પર આજ રોજ માર્ગ અને મકાન વિભાગ તેમજ ગ્રામ પંચાયત વાલોડના સહયોગથી વીકી ફાઉન્ડેશન દ્વારા પ્રસ્થાપિત “આપણું ઘર” નો ઉદઘાટન સમારોહ રાખવામાં આવ્યો હતો.

વિકી ફાઉન્ડેશન દ્વારા વ્યારા ખાતે શરૂઆત કરી આજે દ્રિતીય સાહસ વાલોડ ખાતે કર્યો હતો. આપણું ઘર શરુ કરવાનો વિકી ફાઉન્ડેશનનો આશય એટલો જ છે કે જરૂર હોય તો લઇ જાઓ અને વધારે હોય તો મૂકી જાઓ, એ હેતુથી જરૂરિયાતમંદોને માટે કપડાં, રમકડાં, સ્કુલ બેગ, ગરમ-કપડાં, રેઇનકોટ, છત્રી, બુટ ચપ્પલ જરૂર હોય તો લઇ જાય તે હેતુથી આપણું ઘરની શરૂઆત કરી છે અને જેમની પાસે આ ચીજ વસ્તુઓ વધુ હોય તો આપણા ઘરમાં મૂકી જવા વિકી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શરૂઆત કરી છે. આ ટ્રસ્ટ ગરીબ જરુરિયાતમંદ લોકોને સીધી મદદ કરે છે, આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને કપડાં, છત્રી, પુસ્તકો, ધાબળાં, બસ પાસની મદદ કરી છે, આ પ્રસંગે વ્યારા પાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલ, ગ્રામ પંચાયત વાલોડના સરપંચ જ્યોતિબેન નાયકા, ઉપસરપંચ મેહબૂબભાઇ મિર્ઝા,વકીલ વિનયભાઈ ચૌધરી, રમિયાભાઈ ચૌધરી, પ્રસન્નાબેન ચૌધરી, ગજરાબેન ચૌધરી અને ગમનભાઈ ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...