રોષ:વાલોડ પાસે મળેલો માંસનો જથ્થો ગૌમાંસ હોવાની શંકા

વાલોડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીક ખાડીના પુલ નજીકમાં માંસ મળ્યું

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખ્ય મથકે ડોડીયા ફળિયામાં ચીકખાદીમાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા જાહેર માર્ગ ઉપર પશુઓના માંસનો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ માંસ નો જથ્થો ફેંકનાર ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વાલોડ તાલુકાના મુખ્ય મથકે આવેલ ડોડીયા ફળિયામાં ચીક ખાદી પુલ નજીકમાંથી ખાટકીઓ દ્વારા પશુઓના માંસના ટુકડાઓ જાહેર માર્ગ ઉપર ફેંકી દેતાં લોકોમાં ભભૂકતો રોષ ફેલાયો છે જે બાબતે વાલોડ પોલીસને જાણ કરવામાં આવતા વાલોડ પોસઈ એન.જે.પંચાલ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વેટરનરી ડોક્ટરને જાણ કરવામાં આવી હતી અને કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી. આ જાહેર માર્ગ ઉપર ફેંકવામાં આવેલા ટુકડા ગૌમાંસના હોવાની આશંકા સેવાઈ રહી છે.જોકે એફ.એસ.એલનો રિપોર્ટ આવ્યા બાદ સાચી માહિતી બહાર આવશે.

વાલોડ પંથકમાં ગેરકાયદે પશુઓના માંસના ટુકડાઓ જાહેર માર્ગ ઉપર ફેંકી જનાર ખાટકીઓની વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી પ્રબળ લોક માંગ ઉઠી છે. આવા ટિખળખોરોને પોલીસ દ્વારા સઘન તપાસ કરી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એ ખુબ જરૂરી બન્યું છે.

કાર્યવાહીના અભાવે ખાટકીઓ બેફામ
વાલોડ પંથકમાં ઘણાં સમયથી પશુઓનાં માંસનો જથ્થો ખાટકીઓ દ્વારા ફેંકવામાં આવી રહ્યો છે. જાહેર માર્ગ પર અને નદીના કિનારે ફેંકવામાં આવી રહ્યો છે. આ આગાઉ પણ ગોપાલ નગરમાં માંસનો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ કોઈ પણ પ્રકારની કાયૅવાહી કરવામાં નહી આવતાં લોકોમાં ભભૂકતો રોષ ફેલાયો છે. આ ડોડીયા ફળિયામાં ચિકખાદી નજીક ખાટકીઓ પશુઓના હાકડાં,જઠર, આગળના માથાંનો ભાગ, ચામડાંનો ભાગ જાહેર માર્ગ ઉપર ફેંકી દેતાં લોકોમાં ભભૂકતો રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...