તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરીયા પુલ છીપણ ખાડી પર તેલનો ભરેલો ટેમ્પો પલટી ખાઇ જતાં ટેમ્પામાં ભરેલા તેલનાં ડબ્બા ધોળાઈ જતાં નુકસાન થયું હતું, જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટના સ્થળે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
વાલોડ બુહારી હાઈવે માર્ગ ઉપર દાદરીયા છીપણખાડી પુલ પરથી પસાર થઈ રહેલા ટેમ્પાનું સ્ટેરીંગ અચાનક જામ થઇ જતાં પુલની રેલિંગ સાથે અથડાતાં ટેમ્પો પલ્ટી ખાઈ જતાં તેલનાં ડબ્બા તુટી જતાં નુકશાન થયું હતું. અમદાવાદ કડીથી એન.કે.પ્રોટીન્સ (તિરૂપતિ) તિરૂપતિ તેલની કંપની માંથી તેલનો જથ્થો ભરીને બુહારીના એક જેએસડી રિટેલમાં વેપારીને ત્યાં આવી રહ્યા હતા તે સમયે વાલોડ બુહારી હાઈવે માર્ગ ઉપર થી 17.4.2022 બપોરે ત્રણ વાગ્યાના સુમારે તેલનાં ડબ્બા લઈને ડ્રાઈવર સુરેશકુમાર મુદરરામ પાલે ટેમ્પો નંબર GJ.19.X.8833 લઈને આવી રહ્યો હતો. એ સમયે ટેમ્પોનું સ્ટિયરિંગ અચાનક જામ થઇ જતાં પુલની રેલીંગ સાથે અથડાતાં ધડાકા સાથે અથડાતાં તિરૂપતિ કપાસીયા તેલના પતરાના ડબ્બા તથા પુઠાના બોક્ષ પ્લાસ્ટિકના તેલનાં ડબ્બામાંથી તેલ ઢોળાઈ જતાં નુકસાન થયું હતું.
દાદરીયા છીપણખાડી પુલ પર તેલનો ટેમ્પો પલટી ખાઈ જતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતાં ડ્રાઈવરની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.