તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:તાપી સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિએ વાલોડ મામલતદારને આવેદન આપ્યું

વાલોડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુમુલના ચેરમેનની રાજીનામાની માગણી સાથે અન્ય આટ મુદ્દે રજૂઆત

મામલતદાર કચેરીએ સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિ તાપી દ્વારા મામલતદાર વાલોડને આવેદન આપી સુમુલના ચેરમેનના રાજીનામાથી લઇ આઠ મુદ્દા માંગણીઓ કરવામાં આવી છે અને  માંગણીઓ સ્વીકારવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમકી આપી હતી. સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિ તાપી દ્વારા રાજ્યપાલને ઉદ્દેશીને આવેદન આપ્યું હતું. જેમાં આદિવાસી વિસ્તારના સભાસદોએ 8 મુદ્દાની માંગણી કરી છે.

જે ભાવથી બજારમાં દૂધ વેચાય છે તે જ ભાવ પશુપાલકોને આપવામાં આવે
પ્રથમ સુમુલના ચેરમેન રાજુભાઈ પાઠક રાજીનામુ આપે, વર્તમાન સમયમાં ચેરમેનની અણઆવડતને કારણે સુમુલનું દેવું 1200 કરોડ હોવાનું તથા તાપી જિલ્લાનું અલગ દૂધ ઉત્પાદક સંઘ આપવા માંગણી, ડિરેકટરોની ચૂંટણી તાલુકા પ્રમાણે નહીં પરંતુ મંડળીની સંખ્યાના આધારે કરવામાં આવે, સુમુલના 85% સભાસદો આદિવાસીઓ હોય ચેરમેનની સીટ આદિવાસી માટે અનામત, ચેરમેન દ્વારા કાર્ય વિસ્તાર બહાર લોન આપવાનું જણાવી જેનું વ્યાજ આદિવાસી સભાસદોના દૂધમાંથી ચુકવાય રહ્યું હોવાનો, સુમુલ દ્વારા અન્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. તે બંધ કરવા તથા નવા એકમો શરુ ન કરવા જેથી સભાસદો પર આર્થિક ભારણ ન પડે, સુમુલના દૂધનું વળતર જે ભાવથી બજારમાં દૂધ વેચાય છે તે જ ભાવ પશુપાલકોને આપવામાં આવે જેવી માંગણીઓ કરવામાં આવી છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો