તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:વાલોડના ગણેશ મંદિર હોલમાં તાપી જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઈ

માયપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાલોડ ખાતે ગણેશ મંદિરના હોલમાં આજરોજ તાપી જિલ્લા કારોબારીનેઈ બેઠક યોજાઈ હતી, જેમાં તમામ પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 08/07/2021 ના રોજ સવારે 9:00 કલાકે ગણેશ મંદિર હોલ વાલોડ ખાતે ભારતીય જનતા પાર્ટીની તાપી જિલ્લાની કારોબારી બેઠક જિલ્લા અધ્યક્ષ ડો.જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં તેમજ તાપી જિલ્લા પ્રભારી અશોકભાઈ ધોરાજીયા, ડિમ્પલબેન પટેલ તથા જિલ્લાના મહામંત્રી પંકજભાઈ ચૌધરી, મયંકભાઈ જોશી, વિક્રમભાઈ તરસાડીયાની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન તાલુકા સંગઠનના પ્રમુખ ટિંકલ પટેલે કરી હતી. અશોકભાઈ ધોરાજીયાએ સંગઠનને મજબૂત બનાવવા કાર્યકરોને તૈયાર રહેવા આહવાન કર્યું હતું, 2022 ની ચૂંટણીને લઇ જમીની સ્તર પર કામ કરવા જણવ્યું હતું, હાલમાં કેન્દ્ર સરકારમાં ગુજરાતીઓની પસંદગીને અનુલક્ષી જણાવ્યું હતું કે મોસાળમાં માં પીરસનાર હોય પછી જોવું શું એ ઉક્તિ મુજબ ગુજરાતીઓની કદર કરી મંત્રી પદ આપ્યાનો ઉલ્લેખ કર્યો, આ પ્રસંગે અશોકભાઈ ધોરાજીયા અને તાપી જિલ્લા સંગઠન પ્રમુખ ડો.જયરામભાઈ ગામીતે ધ સુરત ડી.કો-ઓપ.બેન્કના ચેરમેન નરેશ ભાઈ પટેલની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કો-ઓપ.મેનેજમેન્ટમાં સભ્ય તરીકે નિમણૂંક થતા બન્ને મહાનુભાવ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના તાલુકાના સંગઠનના તમામ સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...