તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓને અભ્યાસમાં અગવડ:મોરદેવીમાં મોબાઈલ નેટવર્કના ધાંધિયાને લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર

માયપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારમાં ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડવી જોઇએ

તાપી જિલ્લાના મોરદેવી ગામે હાલ ઓનલાઇન શિક્ષણ વર્ગો શરુ હોય ગામમાં નેટવર્ક ન હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં અગવડ પડી રહી છે, કેટલાક વિસ્તારોમાં તથા ખાસ કરીને ઘરોમાં મોબાઈલ નેટવર્ક ન હોવાથી વિદ્યાર્થીઓને મુંઝવી રહેલ પ્રશ્ન. મોરદેવી ગામ એ વાલોડ તાલુકાના છેવાડાનું અને ઉંડાણના જંગલ વિસ્તારમાં આવેલું ગામ છે, મોરદેવી ગામની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ જંગલ વિસ્તારમાં આવેલું ગામ છે, જેમાં હાલ કોવીડ મહામારીને અનુલક્ષીને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, ઇજનેરી, સાયન્સ, મેડિકલ, વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ ઓનલાઇન આપવામાં આવી રહ્યું છે.

ડિજિટલ ભારતના સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જોઈ રહયા છે. ત્યારે આજે શિક્ષણ જેવા અતિઆવશ્યક પાસા માટે ઇન્ટરનેટની સુવિધા સરળતાથી મળે તો જ વડાપ્રધાન મોદીજીનું સ્વપ્ન સાકાર થાય તેમ છે. મોરદેવી ખાતે હાલ મોબાઈલ નેટવર્ક પૂરતા પ્રમાણમાં ન મળવાને કારણે મોબાઈલ, ઇન્ટરનેટ, ઓનલાઈનના ઉપયોગ માટે કોઈ પણ કંપનીનો ટાવર મોરદેવી ખાતે ન હોય લોકોના ઘરોમાં કે મોરદેવીના કેટલાક વિસ્તારોમાં નેટવર્ક પકડી શકાતું નથી.

તેમજ ફોન કરવું હોય કે ઇન્ટરનેટ ચલાવવું હોય તો ઘરની બહાર નીકળી જે સ્થળે નેટવર્ક મળતું હોય તે સ્થળે જઈને ફોન પર વાતચીત કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. મોરદેવી ખાતે ડિજિટલ યુગમાં ઓનલાઇન વ્યવહારો કરવામાં અગવડ પડે છે. જેને કારણે મોરદેવી ગામ સુવિધાઓથી વંચિત રહી ગયું છે. પરંતુ ઇન્ટરનેટનું ન પકડાતા વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...