શંકા:વાલોડ ગ્રામ પંચાયતના વોર્ડ 13, 14માં મતદાન કેન્દ્ર આખેઆખા બદલાતા શંકા

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ ચૂંટણી 2019, વિધાનસભા 2017, તાલુકા- જિ. પં. ચૂંટણી 2020માં મતદાન કરવામાં આવતું હતું તે મતદાન કેન્દ્ર બદલાયા

વાલોડ ખાતે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વર્ષોથી લોકસભા ચૂંટણી 2019, વિધાનસભા 2017, તાલુકા- જિલ્લા પંચાયત ચૂંટણી 2020માં મતદાન થયુ હતું તે મતદાન કેન્દ્રો વોર્ડ નંબર 13 અને 14નો અરસ પરસ બદલાવ અચાનક ચૂંટણી પંચની સૂચનાથી કે તેની વિરુદ્ધ જઈ કરવામાં આવ્યો કે કેમ ? આ બદલાવ થતાં અનેક આશંકાઓ ઉભી થઇ છે.

લોકશાહીમાં સંબંધિત વોર્ડ રચનાના કારણે મતદાન કેન્દ્રો જાહેર પ્રસિદ્ધિ વગર બદલાયા છે. જેની મતદારોને જાણકારી નથી, પરિણામે વર્ષો વર્ષથી પોતાના મતાધિકારનો ઉપયોગ જે તે મતદાન મથક પર મત આપી પોતાની ફરજ અદા કરે છે. વોર્ડ રચનાના ફેરફારને કારણે જૂના મતદાન કેન્દ્રો પર જે તે મતદારો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં મતદાન કેન્દ્ર બદલવાના કારણે તકલીફમાં મુકાઈ જશે, જે અંગે હાલ આશંકાઓ ઊભી થઈ છે.

મતદાન કેન્દ્રો બદલાતા અબુધ લોકોને માર્ગદર્શન મળતું ન હોય વર્ષોથી મત આપતા મત કેન્દ્ર પર ઊભા રહી તેમના મત આપવામાં કેટલાક સમય સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ એ મતદારને જો ખબર પડે કે મતદાન કેન્દ્ર બદલાયા છે અને અન્ય દોઢથી બે કિલોમીટર દૂર મતદાન કરવા જવાનું હોય આવા મતદારો મત આપવાથી નારાજગીના સૂર એ પોતાનો મતાધિકારનો ઉપયોગ ન કરી મતદાનથી અળગા પણ રહી શકવાની હાલ શક્યતાઓ છે.

વાલોડ ગ્રામ પંચાયતના ચૂંટણીમાં પ્રાથમિક મતદારોની યાદી અને વોર્ડની રચના બહાર પાડતા કેટલાક રાજકીય વગ ધરાવતી વ્યક્તિઓએ અધિકારીઓ પર દબાણ લાવી સુધારાઓ કરવા ચક્રો ગતિમાન કરતા આમ આદમી પાર્ટી અને કેટલાક લોકોએ તા. 11/10/2021 ના રોજ જાહેર થયેલી પ્રાથમિક મતદારયાદી ચાલુ રાખવા માટે લેખિતમાં ઉચ્ચ સ્તરે પત્ર વ્યવહાર કરી વાંધા વિરોધ રજૂ કર્યા હતા.

તમામ વાંધાઓ વચ્ચે ગામની પ્રાથમિક મતદાર યાદીમાં 18 વોર્ડમાંથી તમામ વોર્ડને અસર કરતા ફેરફારો થતા મતદારો વોર્ડમાં બદલાયાં, વોર્ડ બદલાયા, મતદાન મથકો બદલવાની ફરજ પડી જે પરથી આજે વર્ષોથી એક જ સ્થળે મતદાન કરનારા લોકો મતદાન કેન્દ્રો બદલાવને કારણે મતદાન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વાલોડ નગરની ચૂંટણીઓમાં વર્ષોથી લોકસભા ચૂંટણી 2019, વિધાનસભા 2017,

તાલુકા- જિલ્લા પંચાયત ચૂંટણી 2020માં મતદાન કરવામાં આવતું હતું તે મતદાન કેન્દ્રો વોર્ડ નંબર 13 અને 14નો અરસ પરસ બદલાવ અચાનક ચૂંટણી પંચની સૂચનાથી કે તેની વિરુદ્ધ જઈ કરવામાં આવ્યો કે કેમ ? મતદારો,વોર્ડ અને મતદાન મથકોનો બદલાવ ચૂંટણી પંચની સૂચનાથી કે ચૂંટણી પંચની વિરુદ્ધ કરવામાં આવ્યા તે અંગે તપાસ થવી જરૂરી છે. હાલ કેટલાક મુઠ્ઠીભર લોકોના દબાણ તળે અધિકારીઓને ફેરફાર કરવાની ફરજ પડી હોવા અંગે લોક ચર્ચાએ જોર પકડ્યું છે.

બદલાવ અંગે તપાસ થવી જરૂરી
વાલોડ ગ્રામ પંચાયતની વોર્ડ 13 અને 14માં મતદાન કેન્દ્રો આખેઆખા બદલવાના કારણો ઉપસ્થિત કેમ થયા તે અંગે તપાસ કરવામાં આવે તો બન્ને વોર્ડમાં કઈ સીટ રોટેશન મુજબ આવતી હતી. જે અંગે મામલતદાર કચેરીથી કઈ સીટ અંગેની યાદી જિલ્લામાં યાદી મોકલવામાં આવી હતી. ત્યારબાદ રોટેશન મુજબ સીટો ફાળવાઈ કે નહીં ? વોર્ડ નંબર 13 અને 14 ના મતદાન કેન્દ્રો કેમ બદલાયા એ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો કંઈક નવું જ બહાર આવશે.

દેગામા પણ કેન્દ્ર બદલાતા દોડધામ
વાલોડની સાથેે દેગામા ગામે પણ વોર્ડ રચના અને મતદાન કેન્દ્રોમાં ફેરફારને કારણે મતદારોએ પોતાના વિસ્તારમાં આવેલ મતદાન કેન્દ્રને બદલે અન્ય વિસ્તારમાં આવેલા મતદાન કેન્દ્રો પર મતદાન કરવા જવું પડશે. જે અંગે છેવટ સુધી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ મતદાન કેન્દ્રોના બદલાવ સામે છેવટના દિવસોમાં મામલતદાર કચેરીએ દોડી રહ્યા છે. નેતાઓના દોડવા છતાં હવે મતદાન કેન્દ્રો બદલાવ થવાની આશાઓ નહિવત છે અને અધિકારીઓ પણ લાચાર છે.

અન્ય સમાચારો પણ છે...