ચર્ચાનો વિષય:વાલોડમાં ગોલણ બસ સ્ટેન્ડ તોડી પડાતા અધિકારીઓની કાર્યપ્રણાલી સામે શંકા

માયપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાન્ટમાંથી બનાવેલું બસ સ્ટેન્ડ દૂર કરતા જાહેર નાણાંનો દુરુપયોગ થયાની ચર્ચા

વાલોડ તાલુકામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે પહોળો કરવાના કામગીરી દરમિયાન વાલોડ તાલુકામાં મહુવા અને વાલોડના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાની ગ્રાન્ટમાંથી તાલુકાના ગામડાઓમાં બસ સ્ટેન્ડ બનાવવા માટે સરકારી ગ્રાન્ટ ફળવાઇ હતી. બે વર્ષ દરમિયાન બનેલા બસ સ્ટેન્ડને લઈ ઉચ્ચ કક્ષાએ ફરિયાદો ઉઠી હતી. વીરપોર ગામે હળપતિવાસમાં બસ સ્ટેન્ડ બનાવ્યું છે ત્યાં કોઈ બસ જતી નથી.

આ જ રીતે દાદરિયા ગામે બસ સ્ટેન્ડ બન્યુ પણ દાદરિયા ગામે સમ ખાવા પૂરતી એક પણ બસ આવતી નથી અને તે બાબતે શિડયુલ ચાલુ કરવા માટે કલેકટર તાપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વાલોડ બુહારી માર્ગ પર ગોલણ ખાતે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું તે બસ સ્ટેશન માર્ગ મકાન વિભાગના એજન્સી દ્વારા તોડવામાં આવ્યું છે.

બસ સ્ટેશન બનાવનાર અધિકારીઓ સ્ટેટ હાઇવેના માર્જિનમાં બાંધકામ અંગે કોઈં માર્જિન ધ્યાને લીધા વિના આડેધડ બનાવી એજન્સીને સીધે સીધો ફાયદો કરાવ્યો હતો, પરંતુ હાઈવેના માર્જિનમાં હોવાથી કરતાં હાલ બસ સ્ટેન્ડ તોડી પાડવામાં આવેલ છે, જેના કારણે જાહેર નાણાંનો દુરુપયોગ થયો છે અને અધિકારીઓ પાસેથી નાણાં વસૂલાત કરવા માંગ થઇ રહી છે. શું આ બાબતે ખાતાકીય તપાસ કરી જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલાત કરવામાં આવશે કે કેમ એ પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...