મહાસંમેલનનું આયોજન:વાલોડમાં શેરડી કાપણીનાં મુકાદમોની મજૂર અધિકાર મંચ હેઠળ મીટિંગ મળી

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેરડીનાં મજૂરોનું લઘુતમ વેતન સરકાર સત્વરે જાહેર કરવા મીટિંગ

વાલોડ ખાતે પુલ ફળિયા વિસ્તારમાં મજૂર અધિકાર મંચના નેજા હેઠળ દક્ષિણ ગુજરાતની દસ સુગર ફેક્ટરીમાં શેરડી કાપણીની કામગીરી કરવા આવતા મુકાદ્દમની મીટિંગ યોજાય હતી. જેમાં સરકાર દ્વારા લઘુત્તમ વેતનના ડ્રાફ્ટ જાહેરનામાને ગેઝેટ તરીકે જાહેર ન કરવામાં આવે તો 26મી મેના રોજ શબરીધામ ખાતે મહાસંમેલન કરવાનું આયોજન કર્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા 5/02/2022ના રોજ શેરડી કાપણીનાં કામદારોના લઘુતમ વેતનના ડ્રાફ્ટ નોટિફિકેશનને લઘુતમ વેતનના જાહેરનામા તરીકે સત્વરે જાહેર કરવામાં આવે, જો તેમ કરવામાં નહીં આવે તો શેરડી કાપણીમાં રોકાયેલ તમામ મુકાદમો અને મજૂરો આવતી સીઝન માટે કામ અંગેના કરાર કરવાની સંમતિ આપશે નહીં જે સર્વ સંમતિથી જાહેર કરવામાં આવેલ છે. તેમજ 26 મી મે ના રોજ શબરીધામ સુબિર મુકામે આ જાહેરનામામાં લાગુ કરવા સંદર્ભે મહા સંમેલન કરવાનું સર્વાનુમતે જાહેર કરેલ છે. જો ત્યાં સુધી સરકાર દ્વારા આ જાહેરનામુ ગેઝેટમાં જાહેર ન કરે તો જલદ આંદોલનની ચીમકી સર્વાનુમતે ઉચ્ચારવામાં આવેલ છે.

10 સુગર ફેક્ટરીના મુકાદમ આવ્યા
મજૂર અધિકાર મંચના રમેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ મિટિંગમાં દસ જેટલી સુગરના મુકાદમો આવ્યા હતા, સાત વર્ષથી લઘુતમ વેતનના એક નવા પૈસાનો વધારો શેરડી કાપણીનાં મજૂરો માટે કરવામાં આવેલ નથી, નોટિફિકેશન જાહેર કરેલ છે, પાંચમી એપ્રિલ સુધી ગેજેટ બહાર પાડયું નથી, ગેજેટ જાહેર ન થાય તો આવતા વર્ષનો કરાર ન કરવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...