તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:તાપી જિલ્લામાં RT-PCR ટેસ્ટ બાદ રિપોર્ટ ઝડપથી મળે તે માટે રજૂઆત

માયપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બુથ મેનેજમેન્ટ તૈયાર કરો જેથી લોકો આરોગ્ય સેવા મેળવી શકે

તાપી જિલ્લામાં કોરોના શંકાસ્પદ વ્યક્તિઓના RT-PCR ટેસ્ટ બાદ ત્રણથી ચાર દિવસે રિપોર્ટ આવતાં શંકાસ્પદ લોકો લોકોના સંપર્કમાં આવ્યા બાદ પોઝિટિવ રિપોર્ટ આવતાં હોય કોરોનાના કેસો વધી રહ્યા છે. આરટીપીસીઆર ટેસ્ટ ઝડપથી મળે તે માટે આદિવાસી યુવા ખેડૂત સંગઠને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.

હાલ તાપી જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા શહેરો તથા ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ ઝડપી વધી રહેલ છે. કોરોના કેસોના સતત વધારાને કારણે ગુજરાત હાઇકોર્ટના સુચનો મુજબ તાપી જિલ્લાના લોકોને કોરોના RT-PCR ટેસ્ટ રિપોર્ટ ઝડપી આવે તેવું આયોજન કરવા તથા તાલુકાએ આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી જરૂરિયાત ઉભી થઈ છે.

તાપી જિલ્લાના ગામો કોવિડ અંગે લોકોને તરત જ સેવા મળે તે માટે કોવિડ સેવા બુથ મેનેજમેન્ટ તૈયાર કરી કામગીરીની યાદી બનાવવામાં આવે અને લોકો સીધો સંપર્ક કરી આરોગ્યલક્ષી સેવા મેળવી શકે તેવું આયોજન કરવા તથા હાલ કોવિડના RT- PCR ટેસ્ટ રિપોર્ટ ખૂબ જ ઝડપી મળે તેવું આયોજન કરવું પ્રાથમિક અગત્યતા છે.RT-PCR ટેસ્ટ રિપોર્ટ મોડા આવવાથી લોકો સંક્રમિત હોય તો પણ બહાર લોકોના સંપર્કમાં આવતા હોય છે અને ગામડાઓમાં ડેરી, બજારો અને ખેતરોમાં કામ કરતા લોકો સંક્રમિત થવાની શંકાઓ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો