તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાને પકડવા કાર્યવાહી:વાલોડમાં દીપડાને પકડવા માટે નક્કર કામગીરી જરૂરી

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાજીપુરામાં વાછરડું અને વીરપુરમાં બકરાનો શિકાર થયો હતો

વાલોડમાં બાજીપુરા ખાતે વાછરડું અને વીરપુર ખાતે બકરાનો દીપડાએ શિકાર કરી માનવ વસવાટની અંદર બેખોફ આવી દીપડાએ હુમલો કરી શિકાર કર્યો, વન વિભાગને બે વર્ષથી ગાય,ભેંસો, વાછરડા અને આખરે બકરા પર હુમલો કરી દશ પશુઓ પર હુમલો કરી પડકાર ફેંકી રહ્યું છે.વન વિભાગ દીપડાને પકડવા નક્કર કામગીરી કરે તે જરૂરી છે.

વાલોડ તાલુકામાં દિન પ્રતિદિન શેરડીના ખેતરોમાં દીપડાઓ વસવાટ કરી, રાત્રિના માનવ વસવાટમાં આવી,કુતરા, મરઘા, બતકા કે બકરાઓ પર હુમલો કરી શિકાર કરી દીપડાઓ ખોરાક મેળવતા હતા, હાલ દીપડાએ નાના પશુ પક્ષીઓ સાથે હવે મોટા જાનવરો ગાય ભેસ વાછરડા ઉપર હુમલો કરવાનું શરૂ કર્યું છે. બાજીપુરા ખાતે ગંગાજી ફળિયામાં સંદીપભાઈ ચૌધરીને ત્યાંથી વાછરડાનો શિકાર કર્યો છે.

અઠવાડિયાથી દીપડાની અવરજવર હતી. આખરે દીપડાએ વાછરડાનો શિકાર કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વીરપુર હળપતિવાસમાં નિલેશભાઈ નાયકાને ત્યાંથી દીપડો બકરાનો શિકાર કરી ગયો હતોે.દીપડો નજીકમાં હોવાના નિશાન મળ્યા હતા, પરંતુ બકરાના અવશેષ મળી આવ્યા ન હતા. વન વિભાગ માત્ર સ્થળ નિરીક્ષણ તથા પંચકેસ કરી કામગીરી કરી ભાર ઉતારી લે છે ત્યારે દીપડાને પકડવા નક્કર કાર્યવાહી કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...