તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:અલગટ ફળ-શાકભાજી મંડળીના મંત્રીએ રૂ. 5.49 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ

માયપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 1 એપ્રિલ 2013થી 31 માર્ચ 2020 સુધીના ઓડિટમાં 13 વાઉચર થકી ઉચાપત થઇ હોવાનું જણાયું

વાલોડ તાલુકાના અલગટ ગામે અલગટ ફળ અને શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના મંત્રી તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ભીખુભાઈ પટેલે પોતાની કાર્યકાળ દરમિયાન કુલ 13 વાઉચરની ઉચાપત કરેલ હોવાનું જણાઇ આવતા પ્રમુખ કાંતુ રાવજીભાઈ ગરાસીયાએ મંત્રી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરતા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.

અલગટ ફળ અને શાકભાજી ઉત્પાદક સહકારી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ભીખુભાઈ પટેલ રહેવાસી જવાહર ફળિયું, અલગટ તેઓ મંત્રી તરીકે તારીખ 09/06/2013 ના રોજ મંડળીના મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવેલ, તેઓ મંડળીના નીતિ-નિયમ મુજબ વહીવટકર્તા આવેલ, 2013થી 2015 સુધી અશોકભાઈ પટેલ મંડળીનો વહીવટ કરેલ, તા. 30. 09. 2020ના રોજ એમ. જી ચૌધરી પ્રમાણિત ઓડિટર જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા મંડળીનું 1. 04. 2013થી 31. 3. 2020 સુધીના દરમિયાન ઓડિટ કરવામાં આવેલ, જે ઓડિટ દરમિયાન ઉચાપત પકડાઈ હતી. મંત્રી અશોક પટેલે તા. 06/01/2015થી 31/03/2015 સુધી કુલ 13 જેટલા વાઉચરોની કુલ રકમ 6,37,651 રૂપિયાની ઉચાપત કરેલ હોવાનું જણાવેલ, જે ઉચાપતની રકમ પૈકી 28/03/2015ના રોજ કર્મચારી એડવાન્સના 70,000/- તથા ત્રણ મહિનાનો પગાર 18,000 ની વસૂલાત બતાવી કુલ 88000/- ની વસૂલાત કરવામાં આવી હતી. ત્યારબાદ ઉચાપત બાબતે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીએ થયેલા નાણાકીય બાબત ગેરરીતિ બાબતે જવાબદાર મંત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા મંડળીને 20/12/2020 ના હુકમ કરેલ હતો. જેથી આરોપીને ઉચાપતની રકમ મંડળીમાં જમા કરી આપવા નોટિસ આપી જાણ કરેલ હતી.

આરોપીએ ઉચાપતની રકમ જમા કરાવવા માટે મુદત આપી હતી, પરંતુ આજદિન સુધી મંત્રી અશોક પટેલે એક પણ રૂપિયા જમા ન કરેલ હોય મંડળીના પ્રમુખ કાંતુભાઇ ગરાસીયાએ મંત્રી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી કુલ રૂ. 5, 49, 651. 92 ની રકમના ખોટા વાઉચર બનાવી ઉચાપત કરી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી અને મંડળી સાથે વિશ્વાસઘાત કરી પાંચ લાખથી વધુ મત્તાની ઉચાપત કરી ગુનો કરેલો જેની સામે કાર્યવાહી કરવા ફરિયાદ કરી હતી.

રિજસ્ટ્રારે ફરિયાદ માટે ડિસે.માં હુકમ કર્યો હતો
અલગટ મંડળીને તા.20/12/2020 નાં રોજ જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા પોલીસ ફરિયાદ કરવા હુકમ કરવા છતાં આજે ચાર માસ થવા છતાં પોલીસ ફરિયાદ ટાળવામાં આવી જે ખરેખર મંડળીના હિતમાં કહી ન શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો