તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:વાલોડમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત ગણેશ મંદિરથી કરાઈ

વાલોડ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 70માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારના સેવાકાર્યમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વાલોડના ઐતિહાસિક ગણેશ મંદિરના પટાંગણમાં સફાઈ કરવામાં આવી હતી.

વાલોડ તાલુકાના ભાજપ પરિવાર દ્વારા સેવા સપ્તાહના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વાલોડ ભાજપ સંગઠનના પ્રમુખ ટિંકલભાઈ પટેલ તાપી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ અમિતભાઈ પટેલ. વાલોડ તાલુકાના પંચાયત સદસ્ય ઉદેસિંગ ગામીત, પંકજભાઈ વખારીયા, યુવા પ્રમુખ પલ્લવ દેસાઈ ધવલ શાહ, સુજલસિંહ પરમાર, જૈનિષ શાહ રાજુભાઇ પારેખ સંગઠનના કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા. વાલોડના ગણેશજી મંદિરના પટાંગણમાંથી શરૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...