તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સગીરાને માઠું લાગતા જતી રહી, પોલીસે ભાળ મેળવી પરત ઘરે લાવ્યા

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ ટ્રેસ કરતા સગીરા રાજસ્થાનથી મળી આવી

વાલોડ તાલુકાના બુહારી આઉટ પોસ્ટ વિસ્તારમાં રહેતી એક સગીર બાળા માતા પિતાના ઠપકાથી નારાજ થઇ ઘરેથી જતી રહી હતી. તેને રાજસ્થાનના જયપુર ખાતેથી મોબાઈલ લોકેશનના આધારે વાલોડ પોલીસ પરત લાવવામાં સફળ રહી.વાલોડ તાલુકાના બુહારી આઉટ પોસ્ટ વિસ્તારમાં એક 17 વર્ષીય યુવતી ઘરેથી મોટરસાઇકલ તથા નાણાં લઇ ઘરેથી જતી રહી હતી. આ અંગેની જાણવા જોગ ફરિયાદના આધારે વાલોડ પોલીસના કર્મચારીઓ અજયભાઇ સુદામભાઇ તથા નરેશકુમાર નટુભાઈએ પ્રથમ પ્રાથમિક માહિતીઓને આધારે તપાસ શરુ કરી તાગ મેળવાનો પ્રયાસ કર્યો હતો.

સગીર વયની દીકરીના મોબાઈલ લોકેશનના આધારે અને વધુ તપાસ કરતા ઇન્સ્ટ્રાગ્રામ પર તપાસ દરમિયાન કેટલીક માહિતીઓ મળી હતી. જેથી બન્ને પોલીસ કર્મીઓ વાલોડથી પગેરું શોધતાં જયપુર સુધી પહોંચી ગયા હતા અને યુવતીને સમજાવીને વાલોડ ખાતે લાવવામાં સફળતા મળી હતી.

સગીર વયની યુવતીને ઘરના વડીલો દ્વારા કેટલીક બાબતે ઠપકો આપતા સગીર યુવતીને માથું લાગી આવતા બારડોલી ખાતે મોટરસાઇકલ મૂકી જયપુર સુધી એક હજાર કિલોમીટરથી વધુ દૂર સુધી જતી રહી હતી. આખરે મોબાઈલ ટ્રેસ કરી શોધી કાઢી હતી, જે વાલોડ પોલીસની એક સરાહનીય કામગીરી છે. રાજસ્થાનથી યુવતીને લાવી નિવેદનો લઇ યુવતીને તેના પરિવારને સોંપી દેવામાં આવતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...