રેસ્કયુ:અંબાચ વોલીબોલનાં ગ્રાઉન્ડ પરથી જાળમાં ફસાયેલા રસેલ વાઇપરને રેસ્કયુ કરાયો

માયપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંબાચ ખાતે નિશાળ ફળીયામાં વોલીબોલ રમતા યુવકો રાત્રિના સમયે વોલીબોલ રમે છે. ગ્રાઉન્ડનાં ફરતે બોલ દૂર ન જાય તે માટે આડશમાં પ્લાસ્ટિકની જાળ રાખવામાં આવી છે, ગતરોજ વોલીબોલ રમવા યુવાનો આવતા જાળમાં એક ઝેરી સાપ જાળમાં ફસાયેલ હાલતમાં જોતા સાપને મારવાને બદલે યુવાનોએ સાપને સુરક્ષિત બહાર કાઢવા જીવદયા પ્રેમી સાદિક કાલુભાઇ શેખને ફોન કર્યો હતો.

જે અંગેની જાણ કરતા સાદિક શેખ સ્થળ પર આવ્યા હતા. સાદિક શેખે સાપને પકડી પ્લાસ્ટિકની જાળમાંથી કાઢવા મહેનત કરી હતી. લાંબી મથામણનાં અંતે સાપને સુરક્ષિત પકડતાં સાપની પ્રજાતીનો રસેલ વાઈપર સાપ છે એની ઓળખ કરી હતી. સાપને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી સાપને વન વિભાગમાં જમા કરાવતા આજે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...