તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વાલોડ બાજીપુરા માર્ગ પર ઘટાદાર વૃક્ષ કાપી જલ્દી ન ખસેડતા ટ્રાફિકની સમસ્યા, વાપી શામળાજી માર્ગનું નવીનીકરણ

વાલોડએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વાપી શામળાજી હાઇવેના નવિનિકરણની કામગીરી ચાલી રહી છે. કામમાં નડતરરૂપ વૃક્ષોનું કટિંગ ચાલી રહ્યું છે, જેમાં વૃક્ષો રોડ પર પડતા વાહન વ્યવહારને અડચણ થાય છે, જેથી વાહન ચાલકોમાં રોષ છે. વાલોડ તાલુકાના ગામોમાંથી પસાર થતો વાપી શામળાજી સ્ટેટ હાઇવે માર્ગ પર હાલમાં નવીનીકરણ કરનાર હોય જેને પગલે આજુબાજુમાં આવેલા ઝાડ કાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હાલમાં જંગલ કટિંગ થઈ રહ્યું હોય.

મુખ્ય મુખ્ય મથકે સરકીટ હાઉસની સામે પેટ્રોલપંપ નજીક વિશાળકાય ઘટાદાર વૃક્ષ પડતા વાહન વ્યવહાર બંધ થયો હતો, જેને પગલે વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. આજુબાજુના રોડની સાઇડ પર આવેલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે જેના પગલે પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. એક તરફ સરકાર દ્વારા વૃક્ષો વાવોના બોર્ડ લાગે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં થઇ રહી છે જેને પગલે લોકોમાં રોષ છે. વૃક્ષ નિકંદન દરમિયાન કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી. આ ઉપરાંત વાહન ચાલકોની ઝાડના કચરાને કારણે મુશ્કેલી પડે છે.

લાકડા જલ્દી ખસેડાતા નથી
ઝાડ કાપતા કોન્ટ્રાકટર દ્વારા આડેધડ વૃક્ષકાપે છે અને માર્ગ પરથી લાકડા જલ્દી ન ખસેડતા મુશ્કેલી પડે છે.> વિનોદભાઈ, વાહન ચાલક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો