કાર્યવાહી:કોપર સુગરમાં બોગસ ખેડૂતે નોંધાવેલ શેરડી સામે મૂળ ખાતેદારે અરજ કરતા નોંધણી રદ

વાલોડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે સ્થળે ઘરો બંધાયેલા છે તેવા સર્વે નંબર પર બોગસ લોકોએ સુગરમાં શેરડી નોંધાવી હતી

વાલોડ તાલુકામાં આવેલી એકમાત્ર દાદરિયા ખાતે કોપર સુગરમાં અંધાત્રીના જ એક બિનઆદિવાસીએ આદિવાસીઓની જે જમીન પર ઘર છે તેના ઉપર શેરડી નોંધાવતા ભાંડો ફૂટતા શેરડી નોંધાવી હતી .તે રદ કરવા અરજ કરી આખરે કોપર સુગર દ્વારા શેરડીની નોંધણી રદ કરવામાં આવી છે.

વાલોડ તાલુકાના દાદરીયા ગામે કોપર સુગર હાલ કાર્યરત છે, જેમાં અંધાત્રી ગામના બ્લોક નંબર 108 અને બ્લોક નંબર 109 વાળી જમીન ઉપર આદિવાસી લોકોના ઘર બંધાયેલા છે, આવી જમીન પર બિનઆદિવાસી એ ખેડૂતની જાણ બહાર બંને બ્લોક નંબરોમાં મૂળ ક્ષેત્રફળ કરતાં વધુ ક્ષેત્રફળ બતાવી શેરડી રોપાણ નોંધાવ્યા અંગેનો ભાંડો ફૂટયો હતો, આ અંગેની જાણ આદિવાસી માલિકને થતા તેણે કોપર સુગરના વહીવટદારોને આ અંગે લેખિતમાં અરજ કરી જાણ કરી હતી, જે અંગે લેખિતમાં જાણ કરતા હરકતમાં આવેલ સુગર ફેક્ટરીના વહીવટદારોએ શેરડીની નોંધણી રદ કરી હોવાનું સૂત્રો પાસે જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ આ ખેડૂતોના નામે અગાઉ પણ શેરડી નોંધણી કરી તેના નાણાં અન્ય ઈસમો નાણાં લઈ ગયા હોવાની વાતો થઈ રહી છે. આ અંગેનો પર્દાફાશ થતાં આદિવાસી સીમાંત ખેડૂતોની કે જેઓ સુગર ફેકટરીઓમાં સભાસદ ન હોય પાણીના ભાવે શેરડી ખરીદી કરનારાઓ દ્વારા આ રીતે ખેડૂતોની અને જમીન માલિકની જાણ બહાર શેરડી નોંધાવી માલેતુજારો ધંધો કરી રહ્યા છે, તેઓ નાણા રોકી શેરડી આદિવાસી ગરીબ ખેડૂતો પાસેથી ખરીદી મોટા પાયે શેરડી સુગર ફેકટરીઓમાં મોકલતા હોય છે અને જેમાંથી મબલખ નફો કમાતા હોય છે, આવા લોકો સામે આવકવેરાને પણ અંધારામાં રાખી પોતાની બે નંબરી આવક એક નંબરમાં કરી આવકવેરાની ચોરી કરી રહ્યા છે, સુગર ફેક્ટરીના સત્તાધીશો દ્વારા સ્થળ તપાસ થતી છે કે કેમ ? ખેડૂતોની શેરડી નોંધણીની કર્યા બાદ સ્થળ તપાસ કરી શેરડી નોંધાઈ છે કે કેમ કે તે અંગે તપાસ કરવામાં આવે છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે? મોટા માલેતુજારોના નામે ખોટી ખોટી જમીનો પર શેરડી નોંધી ખેડૂતની જાણ બહાર નોંધી આવો કેટલા કૌભાંડો થતા હશે તે પણ એક ચર્ચાનો વિષય છે.

મળતી માહિતી મુજબ કેટલાક લોકો ગરીબ ખેડૂતો પાસેથી 1200 થી 1500 ટનના ભાવે શેરડી ખરીદી નાણાં રોકી પોતાના નામે હજારથી વધુ ટન શેરડી સુગરોમાં મોકલતા હોવાની અનેક સુગરોમાં સાધારણ સભાઓમાં આક્ષેપો થાય છે, કેટલીક સુગરો આવી લૂંટમાં વહીવટદારો માલેતુજારોને ફાવવા દેતા નથી, પરંતુ કેટલીક સુગરોમાં ડિરેકટરો કે વહીવટ કરનારાઓ સાથેની મિલી ભગતને કારણે મોટો વેપલો કરી નફો રળી લેતા હોવાની ચર્ચા અવર નવર ચાલતી રહે છે, પરંતુ આનો વિરોધ કરનારાઓનો પનો ટૂંકો પડતા કૌભાંડ દબાઈ જતા હોય છે.

ખાતેદારની રજૂઆત મળી હતી
કોપર સુગરમાં એમ.ડી. અજીતભાઈ પાટીલે જણાવ્યું હતું કે મૂળ ખેડૂત ખાતેદારની રજૂઆત મળતાં ખોટા ખાતેદારના નામે થયેલ શેરડીની નોંધણી રદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...