વીજ કંપનીની કાર્યવાહી:વાલોડમાં 1 દિવસમાં 20 લાખથી વધુ બાકી વીજ બીલોની વસુલાત

વાલોડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાકીદારોના નાણાની વસૂલાત માટે વીજ કંપનીની 24 ટીમ ઉતરી

વાલોડ ખાતે કેટલા સમયથી વીજ ગ્રાહકો પાસે વીજ બિલના નાણાંમાં મોટી બાકીની વસુલાત હતી, જેમાં સુરત ગ્રામ્ય વર્તુળ કચેરીના માર્ગદર્શન હેઠળ 24 ટીમો વાલોડમાં 20 લાખથી વધુની રિકવરી કરી છે. વાલોડ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના વીજ બિલના નાણાં કોરોના કાળના લીધે લોકોને આર્થિક પરિસ્થિતિ પડી ભાંગતા વીજ બિલના નાણાંનું ચુકવણું કરવાનું બાકી હતું, જેમાં વીજ કંપની દ્વારા કેટલાક સમયથી આ માટે બાકીદારોના ઘરે પહોંચી વસુલાત કરવામાં આવતી હતી,

28 લાખથી વધુ રકમની રિકવરી કરવાની બાકી હોય સુરત ગ્રામ્ય વર્તુળ કચેરીના માર્ગદર્શન હેઠળ અને તાપી જિલ્લાના વીજ કંપનીના કર્મચારીઓની 24 ટીમ બનાવી 1,626 વીજ ગ્રાહકોના વીજળી બિલ બાકી હોય આ વીજ બિલની વસુલાત માટે 24 ટીમોએ વાલોડ ખાતે ગતરોજ ધામો નાખ્યો હતો. જેમાં 28 લાખની બાકીની સામે 20 લાખની રિકવરી કરી આજ દિન સુધીનો સૌથી વધુ રિકવરીનો રેકોર્ડ બનાવ્યો હોવાનું હાલ કહી શકાય. 1,626 વીજ ગ્રાહકોના વીજ બિલ બાકી હતા. જેમાંથી 256 વીજ જોડાણો કાપવામાં આવ્યા છે અને બાકીના વીજ ગ્રાહકોની રિકવરી વીજ કંપનીએ કરતા હાલ એક મોટો ટાર્ગેટ પૂરો કરવામાં સફળતા મળી છે.તા. 18 ના રોજ સોનગઢ ખાતે તથા તારીખ 21 મી ના રોજ નિઝર ખાતે વીજ કર્મચારીઓની ટીમો બાકી વસૂલાત માટે નીકળી બાકી વસૂલાતનો ટાર્ગેટ પૂરો કરવાનો લક્ષ્યાંક સાથે ઉતરશે.

અન્ય સમાચારો પણ છે...