તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વાલોડના સાતવલ્લા ફળિયામાં પાણીનો ભરાવો ન થાય તે માટે પુરાણ કરી દેવાયું

માયપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાણીના નિકાલ અંગે કોઈ આગોતરું આયોજન કર્યા વિના બ્લોક બેસાડાયા હતા

વાલોડ ખાતે નાણાંપંચના કામોમાં થયેલ પેવર બ્લોકની કામગીરીને કારણે પાણીનો ભરાવો થતું હોવા અંગેના સમાચારો પ્રકાશિત થતા પાણીના ભરવાના સ્થળે હાલ પૂરતો હાર્ડમોરમનુ પુરાણ કરી પાણીનો ભરાવો દૂર કરવામાં આવ્યો હતો. વાલોડ સાતવલ્લા ફળિયામાં નાણાંપંચના આયોજન હેઠળ વિકાસના કામોમાં પેવર બ્લોકની કામગીરી થતા પાણીના નિકાલ અંગે કોઈ આગોતરું આયોજન કર્યા વિના સ્થાનિકોના કહેવા મુજબ પુરાણ કરી બ્લોકની કામગીરી કરવામાં આવી હતી.

બ્લોકની કામગીરી દરમિયાન કોન્ટ્રાકટરને લેવલ મુજબ કામગીરી કરતા અટકાવી કેટલાક સ્થળો પર પુરાણ કરાવ્યું હતુ, જેને કારણે પેવર બ્લોક ઉંચા અને ત્રણ રસ્તા પૈકીના એક માર્ગ પર ખાડો રહી જવા પામેલ હતું. હાલમાં જ મેઘરાજાએ વાલોડમાં સારો વરસાદ પડતા પાણીનો ભરાવો થયો હતો. પાણીના નિકાલના સ્થળે બ્લોક બેસાડી દેતા પાણીનો ભરાવો થયો હોવાથી મચ્છરોના ઉપદ્રવ થતા સ્થાનિકોના આરોગ્ય પણ બગડવાની ભીતી રહે તે માટે તા. 31 જુલાઈના રોજ દિવ્ય ભાસ્કરમાં સમાચારો પ્રકાશિત થતા શાસકોએ ખાડાવાળા રસ્તા પર હાર્ડમોરમ નંખાવી હાલ પૂરતો ખાડો પુરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...