ચૂંટણી:વાલોડના 35માંથી ચાર ગામ સમરસ અને બે સરપંચ બિનહરીફ

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચના 87, 475 વોર્ડના સભ્યોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું

વાલોડ તાલુકામાં આવેલી 35 ગ્રામ પંચાયતોમાંથી 4 ગ્રામ પંચાયતો સમરસ થઇ છે અને 31 પંચાયતોમાંથી બે સરપંચ બિનહરીફ થયા હતા. હાલ 29 ગામોમાં સરપંચની ચૂંટણી થશે, જેમાં 87 જેટલા સરપંચોએ ચૂંટણીમાં પોતાની ઉમેદવારી કરી ઝંપલાવ્યું છે જ્યારે 475 જેટલા વોર્ડના સભ્યોએ હવે તા.19ના દિને તેમનો ભાવિ સીલ થશે. વાલોડ તાલુકા પંચાયતના ગામડાઓમાં હાલ સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે.

ત્યારે કુલ 35 ગ્રામ પંચાયતોમાંથી 4 ગ્રામ પંચાયતો સમરસ થઇ છે, જેમાં અધ્યાપોર, સ્યાદલા, કણજોડ અને દેલવાડા એમ ચાર ગ્રામ પંચાયતો સમરસ થઇ છે, જ્યારે બાકી રહેતી 31 ગ્રામ પંચાયતોમાંથી બે ગામના સરપંચો બિનહરીફ થયા છે. જેમાં બુહારી અને નનસાડ, શાહપોર ખાંભલા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચો બિનહરીફ થયા છે. જ્યારે જે ગામો સમરસ થવાને અંતમાં હતા તે ગામોમાં બુહારી ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 6 અને 7 આ જ રીતે નનસાડ, શાહપોર, ખાંભલા ગૃપ ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 5 પર ઉમેદવારોએ ઉમેદવારી કરતા આ ગ્રામ પંચાયતો સમરસ થઇ શક્યો હોત પરતું હવે લોકો પોતાનો મતાધિકાર કરી શકશે.

વાલોડમાં ગામમાં સૌથી વધુ સરપંચના છ ઉમેદવારો ઉભા છે, જ્યારે 18 વોર્ડ મળી કુલ 61 જેટલા સભ્યોએ પોતાનું દાવો રજૂ કરી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આમ વાલોડ ગામમાં જ 64 જેટલા ઉમેદવારો ઉમેદવારી કરી છે, આ સાથે વાલોડ તાલુકામાં વાલોડ,ધામોદલા,દાદરિયા,શીકેર, હથકા, નાલોઠા, કોસંબીયા,અંબાચ, વેેેેડછી જેવા ગામોમાં સરપંચ અને તમામ વોર્ડ પર લોકશાહીને જીવંત રાખવા ચૂંટણી થશે, જ્યારે 22 જેટલા ગામોમાં અંશતઃ ચૂંટણી થશે, જેમાંથી બે ગામના સરપંચો બિનહરીફ થયા છે,

ખાસ કરીને 8 જેટલી ગ્રામ પંચાયતોમાં એસ.સી સીટ પર ઉમેદવારોએ ઉમેદવારી કરી નથી, ફોર્મ ભરાયા નથી, અને આ તમામ એસ.સી. ઉમેદવારો ન હોવાથી મધ્યાંતરે ચૂંટણીઓ યોજવાની ફરજ પડશે, એસ.સી. અનામત સીટ હોય, જેથી એસ.સી. ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું નથી અથવા તો કેટલાક ગામોમાં એસ.સી. ઉમેદવારો જ નથી કે ગામોમાં એસ.સી. સમાજના ગ્રામજનો જ ન હોવાને કારણે ઉમેદવારી પત્રો ભરાયા નથી, વાલોડ તાલુકામાં કુલ 626 જેટલા ઉમેદવારી પત્રો ગ્રામ પંચાયતના સભ્યોના નામ છે, જ્યારે સરપંચના 87 જેટલા ઉમેદવારો હાલ હરીફાઈમાં ઊભા છે

હાલની ચૂંટણીમાં જે બે ગામોમાં ચૂંટણી વોર્ડની યોજાઈ રહી છે તે વોર્ડની ચૂંટણીમાં કોઈ અજુગતો બનાવ ન બને તે માટે પણ ચૂંટણી અધિકારી વાલોડનાંઓએ ધ્યાનમાં આ બાબત લેવી જરૂરી બની છે. બોક્સ :ઉમેદવારોએ આગળ આવી ઉમેદવારી નોંધાવી નથીતાપીના સાત તાલુકાઓમાં 24 જેટલી ખાલી સીટો પડી છે, જેનો ઉપર કોઈપણ ઉમેદવારોએ ઉમેદવારી કરી નથી, જેમાંથી મોટે ભાગે એસ.સી. ઉમેદવારોએ આગળ આવી ઉમેદવારી નોંધાવી નથી, વોર્ડના સભ્યો માટે અનામત હોવાથી કે એસ.સી સમાજના ઉમેદવારો આગળ આવ્યા નથી, જે સમાજની અનામત ગ્રામજનો ન હોવાથી ફોર્મ ભરાયા ન હોવાની માહિતી મળી રહી છે

અન્ય સમાચારો પણ છે...