તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:વાલોડ ખાતે ડૉ.તુષાર ચૌધરીની આગેવાનીમાં મોંઘવારીનો વિરોધ

માયપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15થી વધુ કોંગ્રેસી કાર્યકરોને અટક કરવામાં આવી, કારોબારી બેઠક યોજાઇ

વાલોડ ખાતે આજરોજ ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વાડીમાં કોંગ્રેસની કારોબારીની મીટિંગ યોજાઇ હતી. ત્યારબાદ કોંગ્રેસીઓએ વાલોડ ચાર રસ્તા નજીક સૂત્રોચાર અને બેનરો સાથે મોંઘવારીની વિરુદ્ધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયત કરી હતી.વાલોડમાં ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વાડીમાં માજી કેન્દ્રીય મંત્રી ડો. તુષારભાઈ ચૌધરીનાં અધ્યક્ષપણામાં કારોબારી યોજવામાં આવી હતી, જેમાં કાર્યકરો અને પદાધિકારીઓ ભેગા થયા હતા.

ત્યારબાદ કોંગ્રેસી સભ્યો પદાધિકારીઓ અને કાર્યકરો વાલોડ ચાર રસ્તા નજીક જઈ સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલ સહિત જરૂરિયાતની તમામ વસ્તુઓમાં ભાવ વધારાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં સસ્તા દારૂ મોંઘા તેલ, ભાજપ તેરા ખેલ નહીં ચલેગા, નહિ ચલેગી તાનાશાહી, મોંઘા કર્યા પેટ્રોલના દામ, ભાજપને આપો હવે આરામ, દુનિયામાં સોંઘું તેલ ભાજપના રાજમાં મોંઘો તેલ જેવા સૂત્રોચ્ચારો કર્યા હતા.

માજી કેન્દ્રીય મંત્રી ડો.તુષારભાઈ ચૌધરી, તાપી જિલ્લા પ્રમુખ ભીલાભાઈ ગામીત, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી અજયભાઈ ગામીત, વાલોડ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સતિષભાઈ ચૌધરી, અલ્તાફ કાઝી, તરુણ પટેલ, હરીશભાઈ ચૌધરી, કુલદિપ ચૌધરી, રેહાનાબેન ગામીત, બિલાલ બાગી, સુનિતાબેન ગામીત સહિતન કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા અને મોંઘવારી મુદ્દે સૂત્રોચ્ચારો કરી આક્રોશ ઠાલવી રહ્યા હતા. દરમિયાન કોંગ્રેસી નેતાઓની વાલોડ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને તમામ કાર્યકરોને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. બાદમાં તમામને છોડી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...