અકસ્માત:બાઇક ડિવાઈડર સાથે અથડાતાં એક યુવકનું મોત, બીજો ગંભીર

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલોડના યુવકનું મોત જ્યારે બાજીપુરાનો યુવક ગંભીર

વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં ગત રોજ બાઈક સવારનો ડિવાઈડર સાથે અથડાતા એકનું મોત થયું હતું અને એક ગંભીર ઈજા થતાં સારવાર માટે સુરત લઇ જવામાં આવ્યો છે.વાલોડના માદર ફળિયામાં રહેતા 25 વર્ષીય સંજયકુમાર જગદીશભાઈ ઢોડીયા તેમની બાઇક (નંબર GJ 26 AA 4953) લઈને વ્યારા તરફ ગયા હતા, સાંજના સાડા સાત વાગ્યાના સુમારે ઉચ્છલ ખાતે રહેતી સંજયની બહેન લક્ષ્મીનો ફોન વાલોડમાં રહેલા રોશનભાઈ ચંદુભાઇ પર આવ્યો હતો, જેમાં લક્ષ્મીએ જણાવ્યું હતું કે તેમના મોબાઇલ ફોન ઉપર 108 એમ્બ્યુલન્સના કર્મચારીના ફોન આવેલ અને જણાવેલ કે પલ્સર મોટરસાયકલ ચાલક સંજયભાઈ તથા અજયભાઈનું અકસ્માત બાજીપુરા નેશનલ હાઇવે નંબર 53 ઉપર થયેલ છે અને બંનેને ગંભીર ઇજાઓ થતાં વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે લઇ જઇએ છીએ, જેથી આ ઘટનાની જાણ યુવકના પિતા જગદીશભાઈને જાણ કરી હતી.

જગદીશભાઈ અને તેમના ભાઈ અને પરિવારજનો વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે જવા રવાના થયેલ હતા અને રસ્તામાં અકસ્માતવાળી જગ્યા આવતા સોમા કંપનીની સામે બસ સ્ટેન્ડ પાસે પલ્સર મોટરસાયકલ જે બારડોલીથી વ્યારા તરફ જતા રોડના સર્વિસ રોડની વચ્ચે આવેલ ડિવાઈડર સાથે રોંગ સાઈડમાં અથડાય હતી, અને હાજર રાહદારી દ્વારા જણાવેલ કે અકસ્માતમાં થયેલ બંને ઇસમોને વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે લઇ ગયેલ છે, ત્યાં જતાં હોસ્પિટલના ડોક્ટરે સંજયભાઈ જગદીશભાઈ ડોડીયાને 108માં લાવતા તેઓનુ મરણ થયું હતું.

બાજીપુરામાં રહેતા મિત્ર અજયભાઈ સંજયભાઈ રાઠોડ (ઉમર 17)ને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હોય, જેથી તેને વધુ સારવાર અર્થે રીફર કરેલ હતો, સંજયની લાશનું પોસ્ટમોર્ટમ વ્યારા અને જનરલ હોસ્પિટલના પીએમ રૂમમાં કરવામાં આવ્યું હતું, જેમાં સંજયના કપાળના ભાગે ગંભીર ઇજાઓ, ડાબા હાથમાં તથા જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું અને અજયની તબિયત ગંભીર હોય હાલ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...