તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડી પકડાઇ:ગડત ગામેથી અનેક પશુનો શિકાર કરનારી દોઢ વર્ષની દીપડી પકડાઇ

વાલોડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હજુ અન્ય દીપડાઓ પણ આંટાફેરા કરતા હોવાથી વધુ પાંજરા ગોઠવવાની માંગ

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામે કદાવર હિંસક દીપડી પાંજરે પુરાયો હતો. હજુ ગ્રામ્ય વિસ્તારો, ખેતરોમાં દીપડાઓ બેખોફ વિચરણ કરી રહ્યા છે. એવું ગામજનો જણાવી રહ્યા છે. વધુ પાંજરા ગોઠવવામાં આવે એવી પણ લોક માંગ ઉઠી છે.

ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગડત, બેડચીત, વાંકલા ભોજપુર જેવા ગામોમાંથી હાલમાં શેરડીના ખેતરોમાં કપાઈ રહી છે, અને શેરડીમાં નિવાસો કરતા દીપડાઓ રહેણાક વિસ્તારોમાં ખોરાકની શોધમાં નીકળી આવે છે. બેડચીત, ભોજપુર,ગડત ગામમાં રહેણાક વિસ્તારોમાં દિપડો અવાર-નવાર વિચરણ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગડત ગામમાં હિંસક દિપડાએ મરઘાં કુતરાં, બીલાડાનો શિકાર કરતા દહેશત ફેલાવી હતી. ગડત ગામજનોની રજૂઆતને પગલે ગામની કોતરમાં વનવિભાગના અધિકારી કોસાડા દ્રારા મારણ સાથે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું.

જેમાં ગત રોજ મધ્યરાત્રીએ મારણ ની લ્હાયમાં ગમનભાઈ ઝીણાભાઈ ચૌધરી મંદિર ફળિયામાં દીપડી પાંજરે પુરાઇ ગઈ હતી. જેનો કબજો વનવિભાગ દ્વારા લઈ લેવામાં આવ્યો હતો. તેને જંગલમાં છોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો