તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફફડાટ:વાલોડમાં ધોળા દિવસે દીપડો દેખાતા કામ કરતાં મજૂરો ખેતર છોડી ભાગ્યા

માયપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પહેલાં વન વિભાગને જાણ કરી છતાં ખેતરમાં પાંજરુ મૂકવા માટે મૂહુર્તની રાહ

તાપી જિલ્લાના વાલોડ ગામે બે દિવસ પહેલાં દીપડો ભર બપોરે ખેતરમાં દેખાતાં વન વિભાગને જાણ કરી હતી. બે દિવસ થવા છતાં વનવિભાગ દ્વારા પાંજરૂ મુકવા હજી શુભ મુહૂર્ત નીકળવાની રાહ જોઈ રહ્યું છે. આ દીપડો કોઈ ખેડૂત અથવા મજૂર પર હુમલો કરે તેની રાહ જોવાઇ રહી છે.માંડવી તાલુકાનાં મગરકુઇના રાનીકૂવા ફળિયામાં ઘરની બહાર રમી રહેલી યોગેશ ગામિતની ચાર વર્ષની પુત્રી આરવી પર છાપરા પરથી કૂદીને આવેલા દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં બાળકી આરવીનું ગંભીર ઇજા થવાને કારણે મોત નીપજયું હતું.

આ ઘટના બાદ દીપડા જે વિસ્તારમાં દેખાતાં હોવાની ફરીયાદો ઉઠે તો તેમાં ઘટનાનું પુરાવર્તન ન થાય તે માટે તત્કાળ પગલાં લઈને દીપડાને પાંજરે પુરવા કાર્યવાહી કરવી જોઈએ. તેને બદલે વાલોડ ટાંકલી માર્ગ પર ં બાટલા ફેકટરીની પાછળના બિસ્મિલ્લાહ હમિદખાં પઠાણના ખેતરમાં કેટલાંક દિવસોથી દીપડો આંટાફેરા મારી રહ્યો છે, જેમાં ગતરોજ બપોરે મજૂરો ખેતરમાં પાણી પીવડાવી રહ્યા હતા.

ત્યારે દીપડો નજરે પડ્યો હતો. મજૂરો કામ પડતું મૂકી ભાગી છૂટયા હતા. આ અંગે વાલોડ આર.એફ.ઓ. શિલ્પાબેન દેશમુખ સાથે ટેલીફોનિક જાણ કરી હતી. આર.એફ.ઓને જાણ કરી હોવા છતાં વન વિભાગના કર્મચારીઓ પાંજરૂ મુકવામાં અખાડા કરતું હોય તો સામાન્ય માણસોની અરજીઓ પર કેટલું ધ્યાન આપવામાં આવતું હશે કે તેમની અરજીઓને કેટલો ન્યાય મળતું હશે તે અંગે વિચાર માંગી લે છે.

થોડા દિવસ અગાઉ તિક્ષણ હથિયાર વડે ઇજા પામેલ દીપડાનો મૃતદેહ મળ્યો હતો
થોડા દિવસો અગાઉ બેડકૂવા ખાતે તીક્ષ્ણ હથિયાર માર્યા હોવાના નિશાનો સાથે દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. લોકો વન વિભાગને જાણ કરતા હોવા છતાં વન વિભાગના કર્મચારીઓ લોકોની ફરિયાદોના નિવારણને બદલે આંખ આડા કાન કર્યા હોય લોકો પોતાની રક્ષા માટે હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હોવાની આશંકાઓ કરી શકાય.

30મીએ મારા ભાઇએ જાણ કરી હતી
તા.30 મીના રોજ આર.એફ.ઓ. શિલ્પાબેન દેશમુખને મારા ભાઈએ ટેલીફોનીક જાણ કરી હોવા છતાં આજે બીજા દિવસે પણ પાંજરું મુકવામાં આવ્યું નથી. - બિસ્મિલ્લાહ હમિદખાં પઠાણ, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...