તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંચાલન:અંતે વાલોડમાં ઓફલાઈન અનાજ વિતરણ શરૂ કરાયું

માયપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાલોડ ખાતે આજથી ઓફલાઈન અનાજ વિતરણ શરૂ કરાયુ હતુ. - Divya Bhaskar
વાલોડ ખાતે આજથી ઓફલાઈન અનાજ વિતરણ શરૂ કરાયુ હતુ.
  • એક જ મકાનમાં ચાર દુકાનનું સંચાલન

વાલોડ ખાતે સસ્તા અનાજની દુકાનોમાં અનાજ ન આપતા દિવ્ય ભાસ્કરમાં સમાચારો પ્રકાશિત થતાં ઓફ્લાઈન અનાજ આપવાની સગવડ કરવામાં આવી છે. ચાર ચાર દુકાનો એક જ મકાનમાં કાર્યરત હોય લોકોને મુશ્કેલી પડી રહી છે. વાલોડ ખાતે ગ્રાહક ભંડાર સંચાલિત એકથી ચાર સુધીની ચાર સસ્તા અનાજની દુકાનો વાલોડ ખાતે એક જ મકાનમાં કાર્યરત છે.

જેમાં ઓગસ્ટ માસનું અનાજ ગુજરાત સરકાર દ્વારા મોડું વિતરણ થતા લોકો સવારથી દુકાનના ઓટલે આવી બેસી રહેતા હતા અને તા. 27 મીથી શરુ થયેલા અનાજનું 31મી સુધી વિતરણ કરવામાં આવતું હતું, પરંતુ ગ્રાહકોને ચાર દુકાનોની કુપન ત્રણ દિવસથી કાઢવામાં આવતી ન હતી.

લાભાર્થીઓને ત્રણ દિવસનો આક્રોશ ચરસીમાએ પહોંચ્યો હોય અને અનાજ ન મળતા લાભાર્થીઓ મામલતદાર કચેરીએ સરઘસ લઈ જવાની સમસ્યાને દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરતા તંત્ર દ્વારા વાલોડ મામલતદાર કચેરીના અધિકારીઓએ ઉપરી અધિકારીઓની દોરવણી હેઠળ અનાજ વિતરણ ઓફ લાઈનમાં કરવા અનાજ આપવાની મંજૂરી લઈ સવારથી અનાજ વિતરણ પૂરા તાલુકામાં શરૂ થયું હતું.

પરંતુ ખાસ કરીને વાલોડ 1થી 4 દુકાનોનું અનાજ વિતરણ એક જ મકાનમાંથી થતું હોય લાભાર્થીઓના ટોળેટોળાં વળ્યા હતા.વાલોડ ભંડાર સંચાલિત વાલોડ એકથી ચાર દુકાનોનો વહીવટ એક જ મકાનમાં કઇ રીતે કરી શકાય તે પણ એક પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...