તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:વાલોડમાં સ્વૈચ્છીક લોકડાઉનમાં બંધ દુકાન ખોલાવી અધિકારીઓેએ સેમ્પલો લેતા રોષ

માયપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદાર અને ફૂડ & ડ્રગ વિભાગની કામગીરી લઇ વેપારી મંડળમાં નારાજગી

વાલોડમાં 12મીના રોજ મામલતદાર અને ટીડીઓની અધ્યક્ષતામાં એક મિટિંગ મળી હતી જેમાં વેપારીઓ દ્વારા તા.30મી સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનુ અધિકારીઓને જણાવ્યું હતું. જ્યારે અધિકારીઓ દ્વારા સ્વૈચ્છિક લોક ડાઉન બંધ કરી દુકાનો ચાલુ રાખવા જણાવ્યું હતું, તા.13 મીના રોજ કેટલાક વેપારીઓએ બપોરે બે પછી દુકાનો બંધ રાખી હતી, આ દરમિયાન મામલતદાર અભિષેક સિંહા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ અને તેમના સ્ટાફ સાથે કોઈપણ આગોતરી જાણ કર્યા વિના ભગવાનભાઇ શાહની બંધ દુકાન ખોલાવી તપાસ હાથ ધરી હતી, અને દુકાનમાંથી સેમ્પલો એકત્રિત કર્યા હતા.

ઘટનાની જાણ ગામમાં થતાં લોકટોળા બજારમાં ઉમટ્યા હતા. ઘટનાથી નારાજ વેપારી મંડળ અને જનતાએ તા.14 મીએ વાલોડ બંધ રાખ્યું હતું. મામલતદારની કાર્યપદ્ધતિ સામે નારાજ વેપારીઓ તાપી કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાના હોવાની હાલ ચર્ચા છે.

ઘરની મહિલા સાથે પણ ગેરવ્યવહાર કરાયો
​​​​​​​વેપારીઓએ સ્વૈચ્છિક બંધ રાખતા મામલતદારનો અહમ ઘવાતા મામલતદારે વેપારી પાસે ધાક-ધમકીથી દુકાનો ખોલાવી તપાસ કરી હતી, આજદિન સુધી કોઈપણ અધિકારી આવા વ્યવહાર સાથે તપાસ અર્થે આવ્યા ન હતા, અને મામલતદારે ઘરની મહિલાઓ સાથે પણ ગેરવ્યવહાર કર્યો હતો. > પ્રશાંતભાઈ ચંપકલાલ શાહ, વેપારી

વેપારી દ્વારા સહકાર ન મળતા જવું પડ્યું
​​​​​​​આ કાર્યવાહી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી કરાઇ હતી, સેમ્પ્લિંગ અને રૂટિન તપાસ અર્થે આવ્યાં હતાં, નિયમોનુસાર કાર્યવાહી કરાઇ છે, કોઈ પૂર્વાગ્રહ રાખવામાં આવ્યો ન હતો, વેપારી દ્વારા સહકાર ન મળતાં મારે જવું પડ્યું હતું. > અભિષેક સિંહા, મામલતદાર

અન્ય સમાચારો પણ છે...