તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અંધાત્રીમાં લગ્નના ડીજેમાં 150થી વધારે લોકો એકઠા થતાં કાર્યાવાહી

માયપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વરરાજાના પિતા સામે જાહેરનામાના ભંગનો ગુનો

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામે લગ્ન પ્રસંગે ડીજેમાં ભીડ એકત્રિત થવાનો એક કિસ્સો સામે આવ્યો છે. મામલતદારની પરવાનગી વિના લગ્નમાં ડીજેનું આયોજન કરાયુ હતુ. લગ્ન પ્રસંગમાં લોકોની ભારે ભીડ થઈ હોવાની જાણ થતાં પોલીસે લગ્નનું આયોજન કરનાર વરરાજાના પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

વાલોડ તાલુકાનાં અંધાત્રી ગામના ધમણીયા ફળિયા ખાતે રહેતા હસમુખભાઈ પરસોત્તમભાઈ પટેલના દીકરા મેહુલના લગ્ન પ્રસંગે શુક્રવારના રોજ રાત્રિના ડીજેનું આયોજન થયુ હતુ. આ સમયે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોવાની જાણ વાલોડ પોલીસને થતાં વાલોડ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી, 150 થી 200 લોકો ભેગા થયાં હતાં અને ડી.જે. લગ્ન સ્થળે બંધ હતું.

લગ્નપ્રસંગ હોવા છતાં કોઈપણ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી પણ લેવાની દરકાર લેવામાં આવી ન હતી. મંજૂરી ન હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ડી.જે લગ્ન સ્થળે હોવાથી ડી.જે.ના તાલે મોડી રાત સુધી ઝૂંમ્યા હોય શકે. કોવિડ -19 ની ગાઈડલાઈનનું પાલન નહીં કરી જાહેરનામાનો ભંગ કરી સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્કનો ઉપયોગ ન કરી સરકાર અને કલેક્ટરની ગાઈડલાઈન અંગેના કોવિડ -19 અંગે બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરાયો હતો. લગ્નનું આયોજન કરનાર હસમુખભાઈ પરસોત્તમભાઈ પટેલના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો