તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તોફાની વાતાવરણ:દેગામાં કોંકણવાડ દૂધ મંડળીની સભામાં ખર્ચ, નુકસાન અને ડિવિડન્ડ મુદ્દે માહોલ ગરમાયો

માયપુર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
દેગામાં કોંકણવાડ દુધ ઉત્પાદક મંડળીની સભા ગરમાઈ. - Divya Bhaskar
દેગામાં કોંકણવાડ દુધ ઉત્પાદક મંડળીની સભા ગરમાઈ.
 • તા. પં. પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સભામાં અમુક સભાસદો અને પ્રમુખ,મંત્રી વચ્ચે રકઝક

દેગામાં ખાતે આવેલી કોંકણવાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ અને મંત્રી સામે કેટલાક મુદે અમુક સભાસદો અને પ્રમુખ અને મંત્રી વચ્ચે રકઝક થઇ હતી. વાલોડ તાલુકાના દેગામા ખાતે કોંકણવાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા 2019-2020ના પૂરા થતા વર્ષ માટે યોજાઇ હતી, જે સભા દેગામા ખાતે કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવી હતી. તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ચંદ્રેશભાઇ કોંકણીના અધ્યક્ષ સ્થાને સભા યોજાઇ હતી.

તાલુકા પંચાયતના પ્રમુખ ચંદ્રેશભાઇ કોંકણીના અધ્યક્ષ સ્થાન માટે કેટલાક સભાસદના વિરોધ વચ્ચે સભા શરૂઆતથી જ તોફાની વાતાવરણમાં થઈ હતી. હિસાબોનું વંચાણ થાય તે પહેલાં કેટલાક સભાસદોએ પ્રશ્નોત્તરી ઝડી વરસાવી હતી, જેમાં નફાનુકસાન ખાતે ઉધારેલા રૂ 55000 સ્પષ્ટીકરણ અને આ ખર્ચ કરવામા મંડળીના હેતુ માટે હતો કે કોઈપણ વ્યક્તિગત હેતુ માટે હતો કેમ ? ખર્ચ મંડળી કે સભાસદોએ શા માટે ભોગવવો તે બાબતે સભ્યોએ પ્રશ્ન પૂછ્યા હતા.

આજ મંડળીના સુમુલ દાણના કેટલફીડ એટલે કે ખરીદ-વેચાણના નુકસાન બતાવી સભાસદના નફા નુકશાન પર અસર પડતા ડિવિડન્ડ પર કાપ મૂકવા બાબત અને ત્રીજી બાબત એ હતી કે મંડળીના ગેરવહીવટ અને ભેદભાવની નીતિ અપનાવી સભાસદોની નોંધણી જુના સભાસદોને છુટા કરવા કે ચાલુ રાખવા એ બાબતે કારણદર્શક નોટિસની બજવણી કરવામાં આવ્યા વગર કેટલાક સભ્યોને સભ્યપદેથી દૂર કરવા અંગે પણ મંડળીના મંત્રીએ પોતાની ભૂલ સ્વીકારી હોવા અંગે સભાસદોએ દાવો કર્યો હતો.

સંસ્થાને નુકસાન ન થાય માટે હાઇકોર્ટની દાદ મેળવવા માટે ખર્ચ
કોંકણવાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ રાજકુમાર આહિરે જણાવ્યું હતું કે મંડળીના સભાસદોને સભામાં બોલવાના હોય છે. વાર્ષિક સાધારણ સભામાં તેઓએ તેમના મુદ્દાઓ રાખ્યા હતા અને બીજું કે રૂપિયા 55000 સંસ્થાની શાખને નુકસાન કરનાર હોવાથી હાઇકોર્ટની દાદ મેળવવા માટે ખર્ચ કરેલ હોય જે સંસ્થાના હિત માટેનું હોવાનું જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે સંસ્થા સર્વોપરી છે અને સંસ્થાના દૂધ ભરતા તમામને સભાસદો બનાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો