તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:બાજીપુરા ખાતે આંબાવાડીમાં મહુવાના તબીબે ફાંસો ખાધો

માયપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પત્ની સાથે જમવા અંગેે બોલાચાલીમાં પગલું ભર્યુની આશંકા

બાજીપુરા ખાતે બાયપાસ રોડ પર સુમુલ ડેરીથી વ્યારા તરફ જતા રોડ પર કાંતિલાલ મકવાણાની આંબાવાડીમાં મહુવાના તબીબે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મહુવા વિજ્ઞેશ્વર ક્લિનિકમાં ડોક્ટર તરીકે નોકરી કરતા રમેશભાઈ પટેલ (રહેવાસી મહુવા, બામણ ફળિયુ) 29મીના રોજ સવારે ઘરેે પ્રકાશા મહારાષ્ટ્ર જાઉં છું એમ કહી ગાડી (GJ 19 M 6081) લઈ પ્રકાશા જવા નીકળ્યા હતા, બપોરે રમેશભાઈના પુત્ર શૈશવભાઈએ પિતાને ફોન કરતા ફોન બંધ હતો. ત્યારબાદ પ્રકાશા રહેતા કાકા છોટુભાઈને ફોન કરતા કાકાએ જણાવેલ કે તમારા પિતાજી પ્રકાશા આવ્યા નથી, સાંજે રમેશભાઈના ફોન પરથી કોઈનો રમેશભાઈના પત્ની પુષ્પાબેનના મોબાઈલ પર ફોન આવ્યો હતો અને તેમાં અજાણ્યાએ જણાવેલ કે આ મોબાઈલવાળા ભાઈ બાજીપુરા બાયપાસ રોડ પર સુમુલ ડેરીથી વ્યારા તરફ જતા રોડની બાજુમાં આંબાની વાડીમાં ફાંસો ખાધો છે.

શૈશવભાઈ મિત્રો સાથે મહુવાથી બાજીપુરા આવી આંબાવાડીમાં જોતા પિતાએ ફાંસો ખાધો હતો. બનાવ અંગે પોલીસને શૈશવભાઈ પટેલે ફરિયાદ કરી હતી અને તેમાં મંગળવારે સવારે વાલોડ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યું હતું. રમેશભાઈ અને પત્ની વચ્ચે જમવા બાબતે બોલાચાલી થતા મનમાં લાગી આવતા આ પગલું ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો