તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાનો આતંક:વાલોડના રહેણાંક વિસ્તારમાં ઘુસી દીપડાનો 2 વાછરડા પર હુમલો, 1નું મોત, બીજું ગંભીર

માયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીપડાને પકડવામાં વન વિભાગ નિષ્ફળ નીવડતા અનેક પશુ ભોગ બની રહ્યા છે

વાલોડ નગરમાં દીપડો રાત્રીના સમયે ફરી સક્રીય બની માનવવસવાટની અંદર આવી અઢી વર્ષીય બે વાછરડી પર હુમલો કર્યો, આજ સ્થળ પર ચોથી હુમલો કરતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો, આજ સ્થળ પર ચોથી વખત હુમલો થતાં ગરીબ પશુપાલક ચિંતાગ્રસ્ત,બે વરસથી દીપડાને પકડવા પાંજરા મુકવા છતાં ચતુર દીપડો વરસથી પકડ બહાર છે, વનવિભાગ દીપડાને પકડવા કોઈ નક્કર કાર્યવાહી કરવી જરૂરી, પશુપાલકોમાં દીપડાના હુમલાથી ફફડાટ ફેલાયો.

વાલોડ નગરમાં દીપડો ગત વર્ષ દરમ્યાન નગરના માનવ વસાહતથી ભરચક વિસ્તારો જેવા કે વિશ્રામગૃહ, મારિયા પાર્ક, તૈયબા પાર્ક, અમન પાર્ક, આશિયાના પાર્ક, તળાવની પાળ, મુરાદનગર, રોયલપૉક અને વાલોડનું મધ્ય કહેવાય તેવા પાદરફળીયામાં રાત્રીના સમયે આંટાફેરા મારતું હોવાનું અને કેટલાય અબોલ જીવોનો શિકાર કર્યા હોવાના બનાવો ગત વરસોમાં બન્યા છે, આજરોજ મળસ્કે વાલોડ ગામમાં સરકારી પુસ્તકાલયની પાછળ સઈદભાઈ આમલીવાલાના કોઠાર નજીક બાંધેલ અઢી વર્ષીય બે વાાછરડીનો શિકાર કરતા એક વાછરડીનું મરણ થયું છે જ્યારે બીજી વાછરડી ઉપર હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં છે, આ હુમલો કર્યાની જાણ પશુપાલકને જાણ થતા નજીકમાં જ રહેતા WCCBના સભ્ય ઇમરાન ભાઈ વૈદનો સંપર્ક કરતા વન વિભાગના કર્મચારીઓને જાણ કરી હતી, વન વિભાગે સ્થળ પર પહોંચી પાંજરૂ ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ આ જ સ્થળે ભેંસ પર હુમલો કર્યો હતો
છ માસ પહેલા આજ સ્થળે અને આજ પશુપાલકના કોઠાર પર દીપડાએ બે વખત ભેંસો પર હુમલો થયો હતો, દીપડાને પકડવા માટે ગત વર્ષે પાંજરા મુકવામાં આવ્યા દીપડાને પકડવા પાંજરા મુકવામાં આવ્યા હોવા છતાં ચતુર દીપડો બે વરસથી પકડ બહાર છે અને બેખોફ બની પશુધનનો શિકાર કરી જાય છે.

અન્ય સમાચારો પણ છે...