મફત કાનૂની સલાહ:વાલોડના વેડછી અંબાચમાં કાયદાની જાગૃતિ અંગે કાર્યક્રમ

વાલોડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વાલોડ તાલુકાના ગામોમાં નેશનલ લિગલ સર્વિસ ઓથોરિટી નામદાર સુપ્રીમ કોર્ટેના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સેવા સમિતિ વાલોડ દ્વારા વાલોડ તાલુકાના વેડછી, અંબાચ સહિતના ગામોમાં કાયદાને લગતી વિશેષ માહિતી આપવામાં આવી હતી, જેમાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વેડછી, અંબાચ ગામમાં કાનૂની શિક્ષણ શિબિરમાં વાલોડ વકીલ મંડળના વકીલ વિનયભાઈ ચૌધરી,વાલોડ કોટૅનાં અનિલભાઈ વાણંદ વેડછીના સરપંચ જીગીત્સાબેન ચૌધરી, અંબાચ ગામના સરપંચ નિતુબેન ગામીત આગેવાન અજય ભાઈ પાવાગઢી, મનહરભાઈ ગામીત, બિલાલ શેખ, તલાટી ભગતસિંહ ચૌહાણ, ગામના આગેવાનો મહિલાઓ યુવાનો હાજર રહ્યા હતા. વિનય ચૌધરીએ મફત કાનુની સહાય કોને આપવામાં આવે અને એનો લાભ કેવી રીતે લઈ શકાય એની માહિતી આપી હતી એ અંતગર્ત આવક મર્યાદા કેટલી હોવી જોઈએ એમને મફત કાનૂની સહાય મળી શકે છે. મહિલા હેલ્પલાઇન અંતગર્ત માહિતી આપવામાં આવી હતી. વિવિધ મહિલાઓનાં કાયદા વિશે માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...